ભારતમાં કોરોનાની વાપસી, કેન્દ્ર સરકારે રાજ્યોને એલર્ટ જારી કરી ચેતવ્યા

કેરળમાં કોરોના વાયરસનું સબ-વેરિયન્ટ JN.1 સામે આવ્યા બાદ ભારતમાં અફરાતફરીનો માહોલ છે. કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે અને સરકારે રાજ્યોને એડવાઈઝરી જારી કરી છે.

આ એડવાયઝરીમાં સરકારે તમામ રાજ્યોને કોવિડની સ્થિતિ પર સતત નજર રાખવાની અપીલ કરી છે. સરકારે રાજ્યોને SARI અને ILI કેસોની જાણ કરવા આદેશ કર્યો છે.

Corona Virus

તહેવારોને ધ્યાનમાં રાખીને સરકારે વધુમાં વધુ RT-PCR ટેસ્ટ સહિત જરૂરી ટેસ્ટ સુનિશ્ચિત કરવા સલાહ આપી છે. રાજ્યોને જીનોમ સિક્વન્સિંગ માટે INSACOG લેબોરેટરીમાં પોઝીટીમ નમૂના મોકલવા કહેવાયુ છે.

સરકારે એડવાઈઝરીમાં રાજ્યોને ઈન્ફલ્યુએન્ઝા જેવી બિમારી અને ગંભીર તીવ્ર શ્વાસોચ્છવાસની બિમારીના કેસોની જિલ્લાવાર તમામ આરોગ્ય સુવિધાઓમાં નિયમિત દેખરેખ રાખવા અને તેની જાણ કરવા નિર્દેશ આપ્યો છે.

જણાવી દઈએ કે, કોવિડના JN.1 વેરિઅન્ટને ઓમિક્રોન સબ-વેરિઅન્ટ BA.2.86 અથવા પિરોલાનું વંશજ માનવામાં આવે છે. તે પ્રથમ વખત યુનાઇટેડ સ્ટેટ્સમાં સપ્ટેમ્બર 2023 માં શોધાયુ હતુ. ચીને 15 ડિસેમ્બરના રોજ ચોક્કસ પેટા વેરિઅન્ટના 7 કેસ શોધ્યા હતા.

જણાવી દઈએ કે, આ સંક્રમણ કેરળના તિરુવનંતપુરમની 79 વર્ષીય મહિલામાં જોવા મળ્યુ છે. અગાઉ JN.1 સબ-વેરિયન્ટ તિરુચિરાપલ્લી જિલ્લામાં મળી આવ્યુ હતુ. તે સિંગાપોરની યાત્રા પરથી પરત ફર્યો હતો.

JN.1 પેટા વેરિઅન્ટના લક્ષણોમાં હળવો તાવ, ઉધરસ, અનુનાસિક માર્ગમાં અગવડતા, ગળામાં દુખાવો, વહેતું નાક, ચહેરા અંદર દુખાવો અથવા દબાણ, માથાનો દુખાવો અને જઠરાંત્રિય સમસ્યાઓનો સમાવેશ થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X