કારના બોનેટ પર બેસીને રિલ બનાવવી દુલ્હનને ભારે પડી, પોલીસે અધધ આટલો દંડ ફટકાર્યો
રિલ્સ અને યુટ્યુબ શોર્ટ્સના જમાનામાં લોકો હવે વાયરલ થવા માટે ગમે તેવા ગતકડા કરતા હોય છે. આવો એક કિસ્સો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા સમાચાર અનુસાર, એક દુલ્હનને કારના બોનેડ પર બેસવુ ભારે પડ્યુ છે.
હાલમાં જ એક દુલ્હન કારના બોનેટ પર બેસીને વીડિયો બનાવી રહી હતી. દરમિયાન કારને રસ્તા પર ચલાવવામાં આવી અને રીલ બનાવીને અપલોડ કરાઈ. હવે રીલ વાયરલ થતા દુલ્હનને ઝટકો લાગ્યો છે. વાયરલ વીડિયો પોલીસના ધ્યાને આવતા પોલીસે આ મહિલાને 16,500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આ દુલ્હન પર હેલ્મેટ વગર વાહન ચલાવવાનો પણ આરોપ છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના આલાપુરની રહેવાસી વામિકા ઈન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થવા આવુ બધુ કરતી હતી. હવે તેને તેની હરકતો ભારે પડી છે.
આ વખતે વાયરલ થવા માટે તેને હદ વટાવી અને દુલ્હન બનીને વીડિયો શૂટ કર્યા. વામિકાએ બોશ સિવિલ લાઇન વિસ્તારમાં રસ્તા વચ્ચે દુલ્હનની જેમ ટાટા સફારી સ્ટોર્મના બોનેટ પર બેસીને રીલ્સ બનાવી અને અપલોડ કરી હતી.
આવા જ અન્ય એક વીડિયોમાં દુલ્હનના વેશમાં વામિકા હેલ્મેટ વિના સ્કૂટર ચલાવતી જોવા મળી હતી. તેના આ બંને વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ થતા વાત પોલીસ સુધી પહોંચી હતી.
તેની હરકતો પોલીસના ધ્યાને આવતા તે વિસ્તારની પોલીસે બોનેટ પર બેસવા બદલ 15000 રૂપિયા અને હેલ્મેટ ન પહેરવા બદલ 1500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
એરિયા સબ ઈન્સ્પેક્ટર અમિત સિંહે વામિકાને આ ચલણ જારી કર્યું છે. તપાસ બાદ જાણવા મળ્યું કે કારના બોનેટ સાથેનો વીડિયો 16 મેના રોજ શૂટ કરવામાં આવ્યો હતો અને હેલ્મેટ વિના સ્કૂટર ચલાવવાનોનો વીડિયો બે મહિના જૂનો છે. આ બંને બાબતો ખૂબ જ ખતરનાક છે.
જો તમે કારના બોનેટ પર બેસીને કાર ચાલવા દો છો તો કોઈપણ પ્રકારના અકસ્માતનું જોખમ રહે છે. જો ડ્રાઇવરને અચાનક બ્રેક લગાવવી પડે તો બોનેટ પર બેઠેલી વ્યક્તિ પડી શકે છે. જેના કારણે તેનો જીવ પણ જઈ શકે છે.












Click it and Unblock the Notifications
