ટ્વિટર વિવાદમાં કોંગ્રેસને મોટી રાહત, કર્ણાટક હાઈકોર્ટે ટ્વિટર બ્લોક કરવાના આદેશ પર રોક લગાવી.
ટ્વિટર વિવાદને લઈને કોંગ્રેસને મોટી રાહત મળી છે. મળતા સમાચાર અનુસાર, કર્ણાટક હાઈકોર્ટે નીચલી અદાલતના કોંગ્રેસ અને ભારત જોડો યાત્રાના ટ્વિટર એકાઉન્ટ બ્લોક કરવાના આદેશ પર રોક લગાવી છે.
નવી દિલ્હી : ટ્વિટર વિવાદને લઈને કોંગ્રેસને મોટી રાહત મળી છે. મળતા સમાચાર અનુસાર, કર્ણાટક હાઈકોર્ટે નીચલી અદાલતના કોંગ્રેસ અને ભારત જોડો યાત્રાના ટ્વિટર એકાઉન્ટ બ્લોક કરવાના આદેશ પર રોક લગાવી છે.

કર્ણાટક હાઇકોર્ટે આદેશ પર રોક લગાવતા કહ્યું કે, કોંગ્રેસે પ્રતિવાદીના કોપીરાઇટનું ઉલ્લંઘન કરતી પોસ્ટના સ્ક્રીનશોટ આપવા પડશે. MRT મ્યુઝિક કંપનીએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ અને ભારત જોડો યાત્રાના હેન્ડલ્સ પર KGF-2ના ગીતો સાથેના વીડિયો શેર કરવામાં આવ્યા હતા. MRT મ્યુઝિક ફિલ્મ પાસે KGF ચેપ્ટર-2ના સાઉન્ડટ્રેકના કોપીરાઈટ છે. કંપનીએ કોંગ્રેસ વિરુદ્ધ કોપીરાઈટ કેસ દાખલ કર્યો હતો. એમઆરટી મ્યુઝિકે યશવંતપુર પોલીસ સ્ટેશનમાં રાહુલ ગાંધી, જયરામ રમેશ અને સુપ્રિયા શ્રીનાટે વિરુદ્ધ FIR નોંધાવી છે.
ફરિયાદ બાદ બેંગલુરુની કોર્ટે કોંગ્રેસ અને ભારત જોડો યાત્રાના ટ્વિટર હેન્ડલને બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો હતો. બેંગ્લોર કોર્ટે કહ્યું હતું કે ગીતના મૂળ વર્જનમાં કેટલાક ફેરફારો સાથે ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રકારના માર્કેટિંગ વિડિયો પાયરેસીને પ્રોત્સાહન આપે છે.
આ મુદ્દે કોંગ્રેસે કહ્યું હતું કે, અમે કોંગ્રેસ અને ભારત જોડો યાત્રાના હેન્ડલ વિરુદ્ધ બેંગ્લોર કોર્ટના આદેશ વિશે સોશિયલ મીડિયા પર વાંચ્યું છે. કોર્ટની કાર્યવાહી દરમિયાન પાર્ટી હાજર ન હતી અને આદેશની નકલ પણ મળી ન હતી. પક્ષ તેના નિકાલ માટે કાયદાકીય ઉપાયો કરશે.
નીચલી કોર્ટના આદેશ બાદ કોંગ્રેસે કર્ણાટક હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. કોંગ્રેસ અરજી દાખલ કરી નીચલી કોર્ટના નિર્ણય પર રોક લગાવવા માંગ કરી હતી. હવે કોર્ટે રોક લગાવતો આદેશ આપ્યો છે.












Click it and Unblock the Notifications
