દેશમાં સૌથી વધુ 31,079 મામલા માત્ર તમિલનાડુમાંથી મળ્યા, લોકો 13 આવશ્યક ચીજોની કીટનું વિતરણ કરાશે
કોરોના વાયરસને કારણે તમિલનાડુ દેશનું ચોથું સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે. અહીં સુધીમાં 20 લાખથી વધુ કેસ નોંધાયા છે. અહીં ગઇ કાલે 31,079 નવા કોરોના દર્દીઓ મળ્યા છે, એક દિવસ દરમિયાન પ્રાપ્ત દર્દીઓની દ્રષ્ટિએ આ સંખ્યા રાજ્યમા
કોરોના વાયરસને કારણે તમિલનાડુ દેશનું ચોથું સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે. અહીં સુધીમાં 20 લાખથી વધુ કેસ નોંધાયા છે. અહીં ગઇ કાલે 31,079 નવા કોરોના દર્દીઓ મળ્યા છે, એક દિવસ દરમિયાન પ્રાપ્ત દર્દીઓની દ્રષ્ટિએ આ સંખ્યા રાજ્યમાં સૌથી વધુ છે. તમિલનાડુમાં દરરોજ 1.70 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. જો તેનું વિશ્લેષણ કરવામાં આવે તો, દર 10 લાખ વસ્તીમાં 26,550 લોકોને કોરોનાથી ચેપ લાગ્યો છે. હાલમાં, સક્રિય દર્દીઓની સંખ્યા 3,12,386 છે. આ સિવાય 22,775 લોકોનાં મોત થયાં છે.

આ યાદીમાં ચોથા નંબરે તમિલનાડુ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અહેવાલમાં જણાવાયું છે કે ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 20,09,700 પર પહોંચી ગઈ છે. 10 લાખથી વધુ સંક્રિય મામલાવાળા રાજ્યોની યાદીમાં તમિલનાડુ ચોથા નંબરે છે. મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળમાં વધુ ચેપના કેસ નોંધાયા છે. તમિલનાડુ સરકારનો દાવો છે કે તેના 20 લાખ ચેપગ્રસ્ત લોકોમાંથી 16,74,539 રિકવર થયા છે. વાયરસ સામે રક્ષણ માટે સરકાર રસીકરણ અભિયાનને પ્રોત્સાહન આપી રહી છે.

7 જૂન સુધી લંબાવાયુ લોકડાઉન
રાજ્ય સરકારે ચેપના કેસને નિયંત્રિત કરવા માટે 7 જૂન સુધી લોકડાઉન વધાર્યું છે. તમિલનાડુમાં હવે 7 જૂને સવારે 6 વાગ્યા સુધી લોકડાઉન અમલમાં રહેશે. જો કે, આ સમય દરમિયાન સરકારે લોકડાઉનમાં થોડી છૂટછાટ પણ આપી છે. લોકડાઉનનો આદેશ જારી કરતાં એમ.કે. સ્ટાલિનની આગેવાનીવાળી રાજ્ય સરકારે કહ્યું કે, "આ દિવસોમાં સરકારી વિભાગો, સ્થાનિક કરિયાણાની દુકાન અને વાહનો દ્વારા રોજિંદા માલની સપ્લાય ચાલુ રહેશે." લોકોને સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી કરિયાણાની ખરીદી અને વેચાણ માટે છૂટ આપવામાં આવી છે.

13 જીવન જરૂરી વસ્તુઓની કીટ આપવામાં આવશે
મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના જણાવ્યા મુજબ, તેમણે તમામ સહકારી અને ગ્રાહક સુરક્ષા વિભાગના અધિકારીઓને સૂચના આપી છે કે જૂન મહિના માટે દરેક રેશનકાર્ડ ધારકોને રાશનની દુકાન દ્વારા 13 આવશ્યક ચીજવસ્તુઓની કીટ આપવામાં આવશે
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
