મોદી સરનેમ કેસ : રાહુલ ગાંધીને રાહત કે સજા? હાઈકોર્ટ શુક્રવારે ચુકાદો સંભળાવશે
રાજનીતિમાં પપ્પુ ગણાતા રાહુલ ગાંધીને લોકપ્રિય નેતા બનાવનારા મોદી સરનેમ કેસમાં હવે હાઈકોર્ટ તેનો ચુકાદો સંભળાવવા જઈ રહી છે. આ કેસમાં શુક્રવારે હાઈકોર્ટ ચુકાદો સંભળાવશે.
મોદી સરનેમ વિવાદમાં રાહુલ ગાંધીને થયેલી સજા મુદ્દે દાખલ કરાયેલી રિવ્યુ પિટીશન પર હાઈકોર્ટ ચુકાદો આપવા જઈ રહી છે. ગયા વખતે કોર્ટે હુલ ગાંધીને વચગાળાનું રક્ષણ આપવાનો ઇનકાર કર્યો હતો અને તેમની અરજી વિચારણા માટે અનામત રાખી હતી.

આ કેસમાં જો ચુકાદો રાહુલ ગાંધીના પક્ષમાં આવશે તો મોદી સરકાર અને બીજેપી માટે મોટો ઝટકો હશે. આમ થવા પર રાહુલ ગાંધી ફરીથી સંસદ તરીકે લાયક ગણાશે અને મોદી સરકારને સંસદમાં પણ ઘેરશે.
જો આ ચુકાદો રાહુલ ગાંધીના વિરૂદ્ધમાં જશે તો તેેમની ગુજરાત હાઈકોર્ટની ઉચ્ચ બેંચ સમક્ષ અપીલ કરવાનો વિકલ્પ રહેશે. હાલમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજાને કારણે સંસદ સભ્ય તરીકે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અહીં તમને જણાવી દઈએ કે, 23 માર્ચે સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને ફોજદારી માનહાનિના કેસમાં દોષિત ઠેરવીને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. કોર્ટે જામીન આપ્યા બાદ રાહુલ ગાંધીના વકીલ કિરીટ પાનવાલાએ સુરત એડિશનલ સેશન્સ કોર્ટના જજ આર.પી. મોગેરા સમક્ષ ચુકાદા સામે અપીલ કરી હતી.
2019ની લોકસભા ચૂંટણી પહેલા કર્ણાટકના કોલારમાં એક રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ કથિત રીતે ટિપ્પણી કરી હતી કે બધા ચોરોની અટક મોદી જ કેમ છે?












Click it and Unblock the Notifications
