ટ્વિટરને ધમકી મુદ્દે મોદી સરકારની તાનાશાહી ખુલ્લી પડી, જાણો શું કહ્યું કેન્દ્ર સરકારે?

તાનાશાહી માટે જાણીતા પીએમ નરેન્દ્ર મોદીની તાનાશાહીનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. આ ખેડૂત વિરોધી સરકારે ખેડૂતોના આંદોલનને રોકવા માટે ટ્વિટરને ધમકી આપી હોવાના ખુલાસા બાદ હવે કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા છે.

ટ્વિટરના પૂર્વ સીઈઓ જેક ડોર્સીના આરોપો પર કોંગ્રેસે કહ્યું કે, ટ્વિટરના પૂર્વ સીઈઓએ દરેક વાત સાચી કહી છે. તે શા માટે જૂઠું બોલે? તેને તેનાથી શું ફાયદો થશે. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે, ખેડૂત આંદોલન દરમિયાન રાહુલ ગાંધીને પણ નહોતા બક્ષવામાં આવ્યા. તેમનું એકાઉન્ટ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.

Twitter

સુપ્રિયા શ્રીનેતે આકરા પ્રહારો કરતા કહ્યું કે, વડાપ્રધાન મોદી હિટલર જેવું વર્તન કરી રહ્યા છે અને દેશને સરમુખત્યારની જેમ ચલાવી રહ્યા છે. દેશના વડાપ્રધાન સરમુખત્યાર હોવા સાથે સાથે કાયર પણ છે. મીડિયા સંસ્થાઓ પર સતત હુમલા કરી રહ્યા છે.

અહીં તમને જણાવી દઈએ કે, ટ્વિટરના પુર્વ સીઈઓ જેક ડોર્સીએ ખેડૂત આંદોલન દરમિયાન ભારત સરકાર પર ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ભારત સરકાર તરફથી ભારતમાં ટ્વિટર બંધ કરવાની ધમકી આપવામાં આવી હતી.

આ આરોપો બાદ નરેન્દ્ર મોદી સરકારની તાનાશાહી ઉઘાડી પડી છે અને તે વિપક્ષોના નિશાના પર છે ત્યારે સુપ્રિયા શ્રીનેતે કહ્યું કેસ ખેડૂતોએ તેમના અધિકારો માટે એક વર્ષથી વધુ સમય સુધી આંદોલન કર્યું. વરસાદ, ઠંડી, ગરમીની પરવા કર્યા વિના ખેડૂતોએ હક માટે જીવ પણ આપ્યા, પરંતુ આ સરમુખત્યાર કોઈનું સાંભળવા તૈયાર ન હતા.

તેમણે આગળ કહ્યું કે, વડાપ્રધાને તેમના નેતા સત્યપાલ મલિકની વાત પણ ન સાંભળી. વડાપ્રધાને તો ત્યાં સુધી કહ્યું છે કે ખેડૂતો પોતે આંદોલન કરી રહ્યા છે મેં તેમને બોલાવ્યા નથી. વડાપ્રધાને દરેક પ્લેટફોર્મ પર પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો જેણે ખેડૂત આંદોલનને દેખાડવાનો પ્રયાસ કર્યો.

સુપ્રિયા શ્રીનેતે મોદી સરકારને આડે હાથ લેતા કહ્યું કે, ખેડૂતોને મવાલી, ખાલિસ્તાની, પાકિસ્તાની અને આતંકવાદી કહેવામાં આવ્યા. ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કહેવામાં આવ્યુ કે જો તે ખેડૂતોને બતાવશે તો ભારતમાં બંધ કરી દેવામાં આવશે અને દરોડા પાડવામાં આવશે. આ પછી 24 મે 2021ના રોજ ટ્વિટર અધિકારીઓના ઘરે દરોડા પણ પાડવામાં આવ્યા.

સુપ્રિયાએ કહ્યું કે, આ બધું ખેડૂત આંદોલનને દબાવવા માટે કરવામાં આવ્યું. માત્ર ટ્વિટર જ નહીં, આ સિવાય દૈનિક ભાસ્કર, ન્યૂઝ ક્લિક, ધ વાયર, એનડીટીવી પર પણ કોરોના સમયગાળા દરમિયાન દરોડા પાડવામાં આવ્યા. જેણે પણ અવાજ બનવાનો પ્રયાસ કર્યો તેને દબાવવાનો પ્રયાસ કરાયો.

અહીં સુપ્રિયા શ્રીનેતે મોટો આરોપ લગાવતા કહ્યું કે, સરકારના ઈશારે રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું હતું. આ પછી સબસ્ક્રાઈબર્સ ગ્રોથ ધીમો પડ્યો. આ પછી જ્યારે સરકારની કાર્યવાહીના સમાચાર બહાર આવ્યા તરત જ ગ્રોથમાં ઝડપ જોવા મળી. રાહુલ ગાંધીએ સાચું જ કહ્યું હતું કે લોકશાહીની હત્યા થઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X