નામીબિયાથી કૂનો નેશનલ પાર્કમાં લવાયેલા 8 ચિત્તાના ભોજન પર કેમ નારાજ થયો બિશ્નોઈ સમાજ?

નામીબિયાથી લવાયેલા 8 ચિત્તાઓને આપવામાં આવતા ભોજનને લઈને બિશ્નોઈ સમાજ નારાજ થયો છે.

બીકાનેરઃ હાલમાં દેશમાં એ આઠ ચિત્તા છવાયેલા છે જેને નામીબિયાથી લાવવામાં આવ્યા છે અને મધ્યપ્રદેશના કુનો વન્યજીવ અભયારણ્ય(કુનો નેશનલ પાર્ક)માં છોડી દેવામાં આવ્યા છે. આ ચિત્તાઓને આપવામાં આવતા ભોજનને લઈને બિશ્નોઈ સમાજ નારાજ થયો છે. સમાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર મોકલીને આ ચિત્તાઓના ખોરાક અંગેના નિર્ણયમાં ફેરફાર કરવાની માંગ કરી છે.

નરસિંહગઢ ચિડીખો અભયારણ્યમાંથી 181 ચિતલ મોકલવામાં આવ્યા

નરસિંહગઢ ચિડીખો અભયારણ્યમાંથી 181 ચિતલ મોકલવામાં આવ્યા

હકીકતમાં રાજગઢ ફોરેસ્ટ ડિવિઝનમાં સ્થિત નરસિંહગઢ ચિડીખો અભયારણ્યમાંથી 181 ચિત્તલોને કૂનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં નામીબિયાથી લાવવામાં આવેલા 8 ચિત્તાઓની ભૂખ સંતોષવા માટે મોકલવામાં આવ્યા છે. અખિલ ભારતીય બિશ્નોઈ મહાસભા મુક્તિધામ મુકામ નોખા બિકાનેર રાજસ્થાને આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. મહાસભાના પ્રમુખ દેવેન્દ્ર બૂડિયાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર મોકલીને લખ્યુ છે કે ભારતના જંગલોમાં લુપ્ત થઈ ગયેલી પ્રજાતિના ચિત્તાને પુનઃસ્થાપિત કરવા માટે નામીબિયાથી લાવવામાં આવેલા 8 ચિત્તાઓને છોડવામાં આવ્યા છે. તેમને ભોજનમાં ચિતલ, હરણ વગેરે પીરસવામાં આવશે. બિશ્નાઈ સમુદાય આનાથી ખૂબ જ દુઃખી છે.

વનોની રક્ષા માટે 363 લોકોએ આપ્યુ છે બલિદાન

વનોની રક્ષા માટે 363 લોકોએ આપ્યુ છે બલિદાન

પત્રમાં એવુ પણ લખવામાં આવ્યુ છે કે બિશ્નોઈ સમાજ તેમના પ્રિય ગુરુ જંભેશ્વર ભગવાન દ્વારા નિર્ધારિત સિદ્ધાંતોનુ પાલન કરીને છેલ્લી પાંચ સદીઓથી પર્યાવરણ, પ્રકૃતિ અને વન્યજીવોનુ રક્ષણ કરી રહ્યો છે. વિશ્વમાં આ એકમાત્ર એવો સમાજ છે જે વૃક્ષો અને વન્યજીવો માટે બલિદાન આપી રહ્યો છે. તેમની રક્ષા માટે સમાજના 363 લોકોએ બલિદાન આપ્યુ છે.

પીએમ મોદી પાસે કરી માંગ

પીએમ મોદી પાસે કરી માંગ

બિશ્નોઈ સમાજે વડાપ્રધાન પાસે માંગ કરી છે કે રાજસ્થાનમાં લુપ્ત થઈ રહેલી આ પ્રજાતિને બચાવવી જોઈએ. સમાજની લાગણી અને ગુરુ જમ્ભેશ્વર ભગવાનના જીવ દયાના સિદ્ધાંતને માન આપીને ચિત્તા માટે ચિત્તલ પીરસવાના નિર્ણય પર પુનર્વિચાર કરો અને ગેરકાયદેસર અને સંવેદનહીન હુકમને રદ કરો.

શું કહે છે વન અધિકારી?

શું કહે છે વન અધિકારી?

નરસિંહગઢ ફોરેસ્ટ રેન્જના અધિકારી ગૌરવ ગુપ્તાના જણાવ્યા અનુસાર રાજગઢ ફૉરેસ્ટ ડિવિઝનમાં સ્થિત નરસિંહગઢ ચિડીખો અભયારણ્યમાંથી 181 ચિતલને કુનો નેશનલ પાર્કમાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત વર્ષ 2021માં ગાંધી સાગર અભયારણ્યમાં 245 ચિતલ મોકલવામાં આવ્યા હતા. 9 ચિતલ દેવાસમાં સિવનીમાં મોકલવામાં આવ્યા છે.

જંગલમાં પીએમ મોદીએ છોડ્યા ચિત્તા

જંગલમાં પીએમ મોદીએ છોડ્યા ચિત્તા

17 સપ્ટેમ્બર 2022ના રોજ તેમના 72માં જન્મદિવસના અવસરે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને વન્યજીવન નિષ્ણાતોની હાજરીમાં આ ચિત્તાઓને 10 કિલોમીટરના ઘેરામાં છોડ્યા હતા. કૂનો નેશનલ પાર્કના સ્પેશિયલ એન્ક્લોઝરમાં છોડાયા બાદ ચિત્તા 30 દિવસ સુધી આ ખાસ એન્ક્લોઝરમાં રહેશે. આ દરમિયાન તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવશે. જે બાદ તેમને જંગલમાં છોડી દેવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X