Telangana Election Results 2023: હાર્યા બાદ તેલંગાણાની જનતાને PM મોદીએ કહીં આ વાત
Telangana Election Results 2023: તેલંગાણામાં હાલ વિધાનસભાની ચૂંટણીની મત ગણતરી ચાલી રહી છે. ચૂંટણી પંચના આંકડાઓ અનુસાર કોંગ્રેસે 65 બેઠકો જીતી લીધી છે. આ સાથે બીઆરએસને 36 બેઠકો મળી છે, આ ઉપરાંત તે ત્રણ બેઠકો પર આગળ ચાલી રહી છે. ભાજપને આઠ બેઠકો મળી છે, તો અન્યના ખાતામાં 1 બેઠક આવી છે.
તેલંગાણાને રાજ્યનો દરજ્જો મળ્યા બાદ આ પ્રથમ વખત છે કે, કોંગ્રેસ અહીં સત્તામાં પરત ફરી રહી છે. આ સાથે જ રાજ્યમાં ભાજપના વોટ શેરની ટકાવારી પણ વધી છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન મોદીએ આ અવસર પર ભાજપના કાર્યકરો અને તેલંગાણાના લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, તેલંગાણાના લોકો ભાજપની વિચારધારા સાથે અતૂટ બંધન ધરાવે છે.

દક્ષિણ ભારતીય રાજ્ય તેલંગાણાના ચૂંટણી પરિણામો અને વલણો પર પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણાના લોકોનો આભાર માન્યો હતો. તેમણે તેમના જવાબમાં લખ્યું કે, હું કાર્યકર્તાઓના મહેનતુ પ્રયાસોની પણ પ્રશંસા કરું છું.
આવા સમયે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના હાથમાંથી સત્તા સરકી રહી હોય તેવું લાગી રહ્યું છે. સત્તાધારી પક્ષ BRS માત્ર 40 બેઠકો સુધી જ સીમિત રહેશે તેમ જણાઇ રહ્યું છે. જ્યારે ભાજપ 14 ટકા વોટ શેર સાથે 8 બેઠકો પર આગળ છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
