Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Telangana Election Result: કોંગ્રેસ પ્રતિનિધિમંડળે રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજનને સરકાર બનાવવાનો દાવો કર્યો રજૂ

Telangana Election Results 2023: તેલંગાણામાં કોંગ્રેસે શાનદાર જીત નોંધાવી છે. કોંગ્રેસે 119માંથી 64 બેઠકો જીતી છે. આ દરમિયાન, રેવન્ત રેડ્ડીની આગેવાની હેઠળ કોંગ્રેસના પ્રતિનિધિમંડળે રવિવારે રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજન સાથે મુલાકાત કરી હતી. જંગી જીત બાદ કોંગ્રેસે તેલંગાણામાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે.

ચૂંટણીમાં હાર બાદ કે. ચંદ્રશેખર રાવે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમનું રાજીનામું સ્વીકારીને રાજ્યપાલે મુખ્યમંત્રી કેસીઆરને રાજ્યમાં નવી સરકાર ન બને ત્યાં સુધી પદ પર ચાલુ રહેવા વિનંતી કરી છે.

congress

તેલંગાણાની તમામ 119 વિધાનસભા બેઠકો પર મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. તેલંગાણામાં કોંગ્રેસે જંગી જીત નોંધાવી છે. તેમણે બીઆરએસને સત્તામાંથી બહારનો રસ્તો બતાવ્યો છે. પહેલીવાર કોંગ્રેસ તેલંગાણામાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે.

કોંગ્રેસે 64 બેઠકો જીતી છે. બીઆરએસ પાર્ટી માત્ર 39 સીટો પર જ અટકી હતી. ભાજપે 8 બેઠકો પર શાનદાર જીત નોંધાવી છે. આ સાથે જ ઓવૈસીની પાર્ટી AIMIMને 7 સીટો મળી છે. એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ 9 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જેમાંથી તેમણે 7 સીટો જીતી છે.

ભાજપે 111 અને જનસેનાએ 8 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. ભાજપે 8 બેઠકો જીતી છે. કોંગ્રેસે 118 બેઠકો પર ચૂંટણી લડી હતી. તેમણે તેમના સાથી પક્ષ સીપીઆઈને માત્ર એક બેઠક આપી હતી. કોંગ્રેસે 64 બેઠકો જીતી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X