Video: 'કોઈ માઈનો લાલ પેદા નથી થયો જે મને..', અકબરુદ્દીન ઓવૈસીએ ઈન્સ્પેક્ટરને આપી ખુલ્લી ધમકી
Akbaruddin Owaisi Speech: AIMIMના ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસી, જેઓ પોતાના ભડકાઉ નિવેદનો માટે અવારનવાર વિવાદોમાં રહે છે અને છોટે ઓવૈસી તરીકે પ્રખ્યાત છે, તેઓ ફરી એકવાર તેમના ભાષણને કારણે ચર્ચામાં આવ્યા છે.
વાસ્તવમાં, મંગળવારે હૈદરાબાદના લલિતાબાગ વિસ્તારમાં એક ચૂંટણી જાહેર સભા દરમિયાન અકબરુદ્દીન ઓવૈસીએ ત્યાં હાજર એક પોલીસ ઈન્સ્પેક્ટરને ખુલ્લેઆમ ધમકી આપી અને જાહેર સભામાંથી બહાર જવા માટે કહ્યું. પોલીસ ઈન્સ્પેક્ટરે ઓવૈસીને આચારસંહિતાને કારણે જાહેર સભા સમયસર સમાપ્ત કરવા કહ્યું હતું.

જાહેર સભામાં પોતાના ભાષણ દરમિયાન અકબરુદ્દીને પોલીસ ઈન્સ્પેક્ટરને ધમકી આપતા કહ્યું, 'ઈન્સ્પેક્ટર સાહેબ, ઘડિયાળ છે મારી પાસે, આ મારી ઘડિયાળ તમને આપી. ચાલો, ચાલો, નીકળો અહીંથી... તમને શું લાગે છે કે ગોળીઓ અને છરીઓ વિશે સાંભળીને અમે નબળા પડી ગયા? અમારી અંદર હજુ પણ ઘણી હિંમત છે. આવ્યો મોટા અમને રોકવાવાળા, હું હજુ વધુ 5 મિનિટ બોલીશ, હા હું બોલીશ 5 મિનિટ. કોઈ માઈનો લાલ પેદા નથી થયો મને રોકવા માટે.'
અકબરુદ્દીન ઓવૈસીએ વધુમાં કહ્યું કે, 'જો હું ઈશારો કરી દઈશ તો તમારે દોડવું પડશે. શું દોડાવુ? હું તમને લોકોને (મારા સમર્થકો) કહું છું કે તેઓ આ રીતે જ આપણને નબળા પાડવા માટે આવે છે, તેથી સાવચેત રહો. તેઓ જાણે છે કે અકબરુદ્દીન ઓવૈસી સાથે મુકાબલો કરવાવાળું કોઈ નથી તેથી આ લોકો ઉમેદવાર તરીકે આવી રહ્યા છે. અરે આવો... ચાલો જોઈએ કે તમે જીતો છો કે અમે.
તમને જણાવી દઈએ કે 119 વિધાનસભા સીટો ધરાવતા તેલંગાણા માટે 30 નવેમ્બરે મતદાન થશે. અન્ય ચાર રાજ્યો - મિઝોરમ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની સાથે 3 ડિસેમ્બરે મતગણતરી થશે. હાલમાં, તેલંગાણામાં KCRના નેતૃત્વમાં BRS (ભારત રાષ્ટ્ર સમિતિ) સરકાર છે. જો આપણે તાજેતરના સમીકરણો પર નજર કરીએ તો તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં BRS, કોંગ્રેસ અને ભાજપ ત્રિકોણીય મુકાબલામાં મેદાનમાં છે.
#WATCH | Telangana: AIMIM leader Akbaruddin Owaisi threatened a police inspector who was on duty and asked him to leave the spot while he was addressing a campaign in Lalitabagh, Hyderabad yesterday. The police inspector asked him to conclude the meeting on time as per the Model… pic.twitter.com/rf2tJAOk3b
— ANI (@ANI) November 22, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
