પટનામાં સરકાર સામે અવાજ ઉઠાવનારા શિક્ષક ઉમેદવારો પર લાઠી ચાર્જ, જુઓ વીડિયો
બિહારમાં સરકાર સામે અવાજ ઉઠાવનારા શિક્ષક ઉમેદવારો સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું. BTET પાસ શિક્ષક ઉમેદવારોએ TET પરીક્ષાની માગને લઈને સોમવારના રોજ પટનામાં હોબાળો મચાવ્યો હતો.
બિહારમાં સરકાર સામે અવાજ ઉઠાવનારા શિક્ષક ઉમેદવારો સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું. BTET પાસ શિક્ષક ઉમેદવારોએ TET પરીક્ષાની માગને લઈને સોમવારના રોજ પટનામાં હોબાળો મચાવ્યો હતો. આ વિદ્યાર્થીઓને વિખેરવા માટે એડીએમ કે. કે. સિંહે હિંસક માર્ગ અપનાવ્યો હતો.
તેમણે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવાનું જણાવ્યું હતું. આ સાથે જ તેમણે પોતે પણ વિદ્યાર્થીઓને લાકડીઓ વડે મારવાનું શરૂ કરી દીધું હતું. આ સમગ્ર ઘટનાના વીડિયો અને ચોંકાવનારા ફોટોસ સોશિયલ મીડિયામાં વયરલ થઇ રહ્યા છે.

લાઠીચાર્જમાં અનેક ઉમેદવારો ઘાયલ
પોલીસે દોડી દોડીને ઉમેદવારો પર લાઠી ચાર્જ કર્યો હતો. આ લાઠીચાર્જમાં ઘણા ઉમેદવારો ઘાયલ થયા હતા. પોલીસકર્મીઓએ હાથમાં ત્રિરંગો લઈને વિરોધકરી રહેલા વિદ્યાર્થીને ખેંચીને લાકડીઓ વડે ઢોર માર માર્યો હતો.

ADMએ ઉમેદવારોને દોડાવી દોડાનીને માર્યા
વિદ્યાર્થીઓને હટાવવા માટે ખુદ એડીએમ કે. કે. સિંહે આગેવાની લીધી હતી અને રસ્તા પર ઉતરેલા વિદ્યાર્થી પર અનેક વખત લાઠીઓફટકારી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો
વીડિયો જોયા બાદ લોકો બિહારના આ વહીવટી અધિકારીના હિંસક વર્તનની ટીકા કરી રહ્યા છે. એડીએમની સાથે સૈનિકોએ રસ્તા પર પડીગયેલા ઉમેદવારને પણ લાકડીઓ વડે માર માર્યો હતો.
|
પોલીસે ઉમેદવારો પર બળપ્રયોગ કર્યો
બિહાર શિક્ષક પાત્રતા પરીક્ષા આયોજિત કરવાની માગ સાથે ડાક બંગલા ચોક પર આ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. સમગ્ર બિહારમાંથીઉમેદવારો પટના પહોંચી ગયા છે અને તેઓની માગ છે કે, BTET પરીક્ષા વહેલી તકે લેવામાં આવે. પ્રાથમિક શિક્ષણ વિભાગ હજૂ પણપરીક્ષા લેવાનો ઈન્કાર કરી રહ્યું છે, પોલીસે ઉમેદવારો પર બળપ્રયોગ કર્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
