12 જૂને TDP પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ લેશે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ
New Chief Minister of Andhra Pradesh: લોકસભાની ચૂંટણી સાથે આંધ્રપ્રદેશની ચૂંટણી પણ પૂર્ણ થઈ ગઈ છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) એ 135 સીટો અને તેમની સહયોગી જનસેના પાર્ટીએ 21 સીટો પર જીત મેળવી છે.
બહુમતનો આંકડો પાર કરી ચૂકેલી તેલુગુ દેશમ પાર્ટી આંધ્રપ્રદેશમાં સરકાર બનાવવા જઈ રહી છે, અને પાર્ટીના વડા ચંદ્રબાબુ નાયડુ મુખ્યમંત્રી તરીકે સત્તા સંભાળવા જઈ રહ્યા છે.

ચંદ્રબાબુ નાયડુ પહેલા 9 જૂને મુખ્યમંત્રી પદના શપથ લેશે તેવી અપેક્ષા હતી, પરંતુ ઈન્ડિયા ટુડેના સમાચાર મુજબ હવે નાયડુ 12 જૂને મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેનું કારણ એ છે કે, 8 જૂન શનિવારના રોજ નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે.
અત્રે નોંધનીય બાબત છે કે, લોકસભા ચૂંટણી પહેલા જ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) ના નેતા ચંદ્રબાબુ નાયડુ ભાજપના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) માં જોડાયા હતા. TDP લોકસભા ચૂંટણીમાં 16 બેઠકો જીતીને કિંગમેકર બની ગઈ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
