Tamil Nadu Hooch Tragedy: તામીલનાડુમાં લઠ્ઠાકાંડના કારણે મોતનું તાંડવ, મૃત્યુઆંક 57
Tamil Nadu Hooch Tragedy: તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં ગેરકાયદેસર દારૂના કારણે મૃત્યુઆંક વધીને 57 થઈ ગયો છે. બીજી તરફ પોલીસે ઝેરી દારૂ સપ્લાય કરનાર મુખ્ય આરોપીની ધરપકડ કરી છે.
કહેવામાં આવી રહ્યું છે કે, આ લોકોનું મોત મિથેનોલ યુક્ત દારૂ પીવાથી થયું છે. તમિલનાડુ સરકાર મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાની આર્થિક મદદ કરશે.
આ ઘટના 19 જૂનના રોજ પ્રકાશમાં આવી હતી. રાજ્ય સરકારે એવા બાળકોના સમગ્ર શિક્ષણ અને હોસ્ટેલનો ખર્ચ ઉઠાવવાની પણ જાહેરાત કરી છે, જેમણે તેમના માતા-પિતા અથવા તેમાંથી કોઈ એક ગુમાવ્યું છે.

ભાજપે વિપક્ષને ઘેરી લીધા - બીજી તરફ ભારતીય જનતા પાર્ટી (BJP) એ આ મામલે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ સંબિત પાત્રાએ કોંગ્રેસના મૌન પર સવાલ ઉઠાવ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે, તમિલનાડુની દારૂની દુર્ઘટના પર મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા અને સોનિયા ગાંધી કેમ ચૂપ છે? સંબિત પાત્રાએ આ ઘટનાને પ્રાયોજિત હત્યા ગણાવી હતી.
Death toll in the Kallakurichi (Tamil Nadu) Hooch tragedy rises to 57: Kallakurichi District Collectorate
— ANI (@ANI) June 24, 2024












Click it and Unblock the Notifications
