Tamil Nadu: ગેરકાયદે દારુ પીવાથી કલ્લાકુરિચીમાં 25 લોકોના મોત, CM સ્ટાલિને આપ્યા તપાસના આદેશ
Tamil Nadu News: તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, અહીં ગેરકાયદેસર દારૂ પીવાથી ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા છે, જ્યારે 60થી વધુ લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ કેસની તપાસ ચાલુ છે, પોલીસનું કહેવું છે કે મૃત્યુઆંક વધી શકે છે. ઘટનાની માહિતી મળતા જ જિલ્લા કલેક્ટર એમએસ પ્રશાંત પણ હોસ્પિટલ પહોંચ્યા અને પીડિતોને મળ્યા.

મુખ્યમંત્રી એમકે સ્ટાલિને મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું, 'ગેરકાયદેસર દારૂના વેપારમાં સામેલ અને તેને રોકવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓને પણ સજા કરવામાં આવશે, આ ઘટના સાંભળીને મને ખૂબ જ આઘાત લાગ્યો છે. ગુનેગારોને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિએ પણ મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને પીડિતોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી.
આ ઘટના બાદ એક્શન મોડમાં આવેલી પોલીસે ગેરકાયદેસર દારૂ વેચનાર કે. કન્નુકુટ્ટીની ધરપકડ કરી છે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેની પાસેથી 200 લિટર ગેરકાયદેસર દારૂ પણ મળી આવ્યો છે. સીએમ સ્ટાલિને આ મામલે સીબી-સીઆઈડી તપાસનો આદેશ આપ્યો છે અને પીડિત પરિવારોને સહાય પૂરી પાડવા વરિષ્ઠ મંત્રીઓ ઈવી વેલુ અને એમએ સુબ્રમણ્યમને કલ્લાકુરિચી મોકલ્યા છે.
કલ્લાકુરિચી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રવણ કુમાર જાટાવથની બદલી કરવામાં આવી છે અને પોલીસ અધિક્ષક સમય સિંહ મીણાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમના સ્થાને એમએસ પ્રશાંતને કલ્લાકુરિચી જિલ્લાના નવા જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે અને રજત ચતુર્વેદીને નવા પોલીસ અધિક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. વિપક્ષના નેતા એડાપ્પડી કે પલાનીસ્વામીએ આ મામલે સ્ટાલિન સરકાર પર જોરદાર નિશાન સાધ્યું અને કહ્યું કે 'સરકાર આવી ઘટનાઓને રોકવામાં નિષ્ફળ રહી છે. જ્યારથી ડીએમકે સરકાર સત્તામાં આવી છે ત્યારથી ગેરકાયદે દારૂના કારણે મોત થઈ રહ્યા છે, તેને નિયંત્રિત કરવામાં તે બિનઅસરકારક છે, હું સતત આ મુદ્દો ગૃહમાં ઉઠાવી રહ્યો છું પરંતુ દરેક વખતે આ મુદ્દાને નજરઅંદાજ કરવામાં આવે છે.
கள்ளக்குறிச்சியில் கள்ளச்சாராயம் அருந்தியவர்கள் உயிரிழந்த செய்திகேட்டு அதிர்ச்சியும் வேதனையும் அடைந்தேன். இந்த விவகாரத்தில் குற்றத்தில் ஈடுபட்டவர்கள் கைது செய்யப்பட்டுள்ளார்கள். தடுக்கத் தவறிய அதிகாரிகள் மீதும் நடவடிக்கை எடுக்கப்பட்டுள்ளது.
— M.K.Stalin (@mkstalin) June 19, 2024
இதுபோன்ற குற்றங்களில் ஈடுபடுபவர்கள்… pic.twitter.com/QGEYo9FWJq
Tamil Nadu: 25 dead, over 60 hospitalised in Kallakurichi after consuming illicit liqour
— ANI Digital (@ani_digital) June 20, 2024
Read @ANI Story | https://t.co/0oa3DKkXpg#TamilNadu #Kallakurichi pic.twitter.com/1sGXQE7qNZ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
