'હું ઉત્પીડનથી મરનારી છેલ્લી છોકરી હોવી જોઈએ...' સુસાઈડ નોટ લખીને 17 વર્ષની કિશોરીએ કરી આત્મહત્યા
તમિલનાડુના કરુર જિલ્લાની એક 17 વર્ષીય કિશોરીએ આત્મહત્યા કરી લીધી છે.
ચેન્નઈઃ તમિલનાડુના કરુર જિલ્લાની એક 17 વર્ષીય કિશોરીએ આત્મહત્યા કરી લીધી છે. પોલિસને મૃત કિશોરીના ઘરમાંથી સુસાઈડ નોટ મળી આવી છે જેના આધારે પોલિસનુ કહેવુ છે કે સુસાઈડ પાછળનુ કારણ યૌન ઉત્પીડન હોઈ શકે છે. તમિલનાડુ પોલિસે કહ્યુ કે તમિલનાડુમાં એક 17 વર્ષીય કિશોરીની કથિત રીતે આત્મહત્યા કરવાથી મોત થઈ ગયુ. સુસાઈડ નોટથી સંકેત મળ્યા છે કે તેનુ યૌન ઉત્પીડન કરવામાં આવ્યુ હશે. પોલિસે હાલમાં મામલાની તપાસ શરૂ કરી દીધી છે. પોલિસે અપ્રાકૃતિક મોતનો કેસ નોંધ્યો છે. યૌન શોષણની પુષ્ટિ થવા પર પૉક્સો એક્ટમાં કેસ નોંધી લેવામાં આવશે.

'હું યૌન ઉત્પીડનથી મરનારી છેલ્લી છોકરી હોવી જોઈએ'
પોલિસે કહ્યુ કે 17 વર્ષીય કિશોરી પોતાના ઘરે મૃત મળી આવી હતી અને તેની પાસે એક હાથે લખેલી નોટ મળી છે જેમાં લખ્યુ હતુ, 'હું યૌન ઉત્પીડનથી મરનારી છેલ્લી છોકરી હોવી જોઈએ.' કરુરના પોલિસ અધિકારી પી સુંદરવદિવેલે કહ્યુ, 'અમે સુસાઈડ નોટને ખરાઈ માટે એક હસ્તલેખ વિશેષજ્ઞને મોકલી દીધી છે.' એક અધિકારીએ કહ્યુ કે સીઆરપીસીની કલમ 174 હેઠળ અપ્રાકૃતિક મોતનો કેસ નોંધવામાં આવ્યો છે પરંતુ નોટમાં યૌન ઉત્પીડનના કોઈ ગુનેગારનુ નામ નથી માટે પોલિસ કથિત યૌન ઉત્પીડન કેસમાં ગુનેગારને શોધવા માટે આગળની તપાસ કરી રહી છે. પોલિસની છ ટીમોએ મૃતકના દોસ્તો, એણે જે સ્કૂલમાં અભ્યાસ કર્યો, તેના શિક્ષકો, પરિવારની પૂછપરછ શરૂ કરી છે. પોલિસ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સની પણ તપાસ કરી રહી છે.

છોકરીના પિતાનુ 2018માં થયુ હતુ મોત
એક પોલિસ અધિકારીએ નામ ન છાપવાની શરતે કહ્યુ, 'તેના(મૃતક)ના યુટ્યુબ સર્ચના આધારે, અમે આત્મહત્યાની પ્રવૃત્તિ વિશે જાણવા મળ્યુ છે. 2018માં, તેણે પોતાના પિતાને ગુમાવી દીધા અને હાલમાં જ તેના દાદીનુ પણ નિધન થઈ ગયુ. તે પોતાની મા સાથે રહેતી હતી.' કરુર પોલિસે કહ્યુ કે પોતાની તપાસ દરમિયાન તે કોઈ ગુનેગારને કિશોરીના યૌન ઉત્પીડનના દોષી જાણશે તો તે કેસને બદલી દેશે અને પૉક્સો અધિનિયમની કલમો ઉમેરી દેશે.

કોઈમ્બતૂરમાં બની છે આવી ઘટના
કોઈમ્બતૂરના લેટેસ્ટ કેસ જેવો જ કરુર જિલ્લાનો આ આત્મહત્યાનો કેસ એમ પૂછવા પર પોલિસે આના પર કંઈ પણ બોલવાનો ઈનકાર કરી દીધો છે. તમને જણાવી દઈએ કે તમિલનાડુમાં નવેમ્બરમાં આ પ્રકારનો આ બીજો કેસ છે. કોઈમ્બતૂર આત્મહત્યા કેસમાં પોલિસે મતકના સ્કૂલ શિક્ષકને યૌન ઉત્પીડન અને આત્મહત્યા માટે ઉકસાવવાના આરોપમાં ધરપકડ કરી હતી. સ્કૂલ શિક્ષક પર આરોપ છે કે તેણે છોકરી સાથે આ વર્ષની શરૂઆતના માર્ચ અને મે દરમિયાન યૌન ઉત્પીડન કર્યુ. સ્કૂલના પ્રિન્સીપાલની પણ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેવા માટે યૌન ગુનાઓથી બાળકોનુ સંરક્ષણ(પૉક્સો) અધિનિયમ, 2012 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. પોલિસ તેની પાસેથી મળેલા એક હસ્તલિખિત પત્રની પુષ્ટિ કરી રહી છે જેમાં બે લોકોના નામ છે, જેનો ખુલાસો કરવામાં આવ્યો નથી.












Click it and Unblock the Notifications
