Svamitva Yojana: વડાપ્રધાન મોદી 65 લાખ સંપત્તિ કાર્ડનું વિતરણ કરશે, જાણો કોને મળશે લાભ
Svamitva Yojana: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે દેશના 230થી વધુ જિલ્લાના 50,000 ગામમાં સંપત્તિ માલિકોને સ્વામિત્વ યોજના અંતર્ગત 65 લાખથી વધુ સંપત્તિ કાર્ડનું વિતરણ કરશે. 10 રાજ્ય અને 2 કેન્દ્ર શાસિક પ્રદેશોના જિલ્લાઓમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિતરણ કરાશે.

છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મિઝોરમ, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને જમ્મુકાશ્મીર તથા લદ્દાખના સંપત્તિ માલિકોને સંપત્તિ કાર્ડ જાહેર કરાશે.
પીએમ મોદીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વીટકર્યું, "સ્વામિત્વ યોજના અંતર્ગત દેશના ગ્રામીણ વિસ્તારોમાં મારા ભાઈ-બહેનો તેમની જમીનના માલિકી હક મળે, તેના માટે અમે પ્રતિબદ્ધ છીએ. આ દિશામાં શનિવારે બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફ્રેન્સિંગના માધ્યમથી સંપત્તિ માલિકોને લાખો સંપત્તિ કાર્ડ સોંપવાનું સૌભાગ્ય મળશે."
230 જિલ્લામાં કાર્યક્રમ થશે
શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 65 લાખથી વધુ સંપત્તિ કાર્ડય વિતરિત કરશે. પંચાયતી રાજ મંત્રાલયના અધિકારીઓ મુજબ છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મિઝોરમ, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને જમ્મુ કાશઅમીર તથા લદ્દાખના 50 હજારથી વધુ ગામના લાભાર્થીઓને આ કાર્ડ સોંપાશે.
શું છે સ્વામિત્વ યોજના? What is Svamitva Yojana?
નરેન્દ્ર મોદીએ 24 એપ્રિલ 2020ના રોજ સ્વામિત્વ યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના ગ્રામીણ ક્ષેત્રોમાં ભૂમિ રેકોર્ડને ડિજિટલ રૂપે તૈયાર કરવાનો ઉદ્દેશ્ય રાખે છે, જેથી ભૂમિ વિવાદો ઘટાડી શકાય અને સંપત્તિના સ્વામિત્વનો અધિકાર સ્પષ્ટ થઇ શકે.
આ યોજના અંતર્ગત 3.17 લાખથી વધુ ગામમાં ડ્રોન સર્વેક્ષણ પૂરું થઇ ચૂક્યું છે, જે ટાર્ગેટના 92 ટકા છે. 1.53 લાખ ગામ માટે 2.25 કરોડ સંપત્તિ કાર્ડ તૈયાર કરાયાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
