પી ચિદમ્બરમની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી
પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી પી ચિદમ્બરમની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. આઈએનએક્સ મીડિયા મની લૉન્ડ્રીંગ કેસમાં સીબીઆઈએ પી ચિદમ્બરમની સીબીઆઈએ ધરપકડ કરી લીધી હતી.
પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી પી ચિદમ્બરમની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. આઈએનએક્સ મીડિયા મની લૉન્ડ્રીંગ કેસમાં સીબીઆઈએ પી ચિદમ્બરમની સીબીઆઈએ ધરપકડ કરી લીધી હતી. આ પહેલા દિલ્લીની હાઈકોર્ટે ચિદમ્બરની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી જેની સામે સુપ્રીમ કોર્ટમાં પી ચિદમ્બરમે અરજી દાખલ કરી હતી જેના પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. પી ચિદમ્બરમની અરજી પર જસ્ટીસ આર ભાનુમતિ, એએસ બોપન્નાની બેંચ સુનાવણી કરશે.

તમને જણાવી દઈએ કે શુક્રવારે સુપ્રીમ કોર્ટે પી ચિદમ્બરમની ઈડી દ્વારા ધરપકડથી સોમવાર સુધી રાહત આપી હતી. પરંતુ મોટી વાત એ છે કે આનાથી ચિદમ્બરને કોઈ ખાસ રાહત ન મળી કારણકે તે પહેલેથી જ સીબીઆઈની કસ્ટડીમાં છે. પી ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટમાં પોતાની અરજીમાં કહ્યુ છે કે તેમના મૌલિક અધિકારોનું હનન થયુ છે. બંધારણ દ્વારા મૌલિક અધિકાર હેઠળ 21નું હનન થયુ છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે 21 ઓગસ્ટના રોજ પી ચિદમ્બરમની તેમના ઘરેથી ધરપકડ કરી લીધી હતી. જો કે ચિદમ્બરમે આ સમગ્ર કેસમાં તેમના ઉપર લાગેલા બધા આરોપો ફગાવી દીધા છે.
ઉલ્લેખનીય છે કે એરસેલ મેક્સિસમાં 3500 કરોડની એક ડીલ કેસમાં સીબીઆઈ અને ઈડી તપાસ કરી રહી છે. 2006ના આ કેસમાં વિદેશી ફર્મને ચિદમ્બરમે નાણામંત્રી રહેલા એફઆઈપીબી સ્વીકૃતિ આપવાની તપાસ સીબીઆઈ કરી રહી છે. ઈડી પણ આ કેસમાં મની લૉન્ડ્રીંગ મામલે તપાસ કરી રહી છે. ચિદમ્બરમની કેસમાં પૂછપરછ થઈ ચૂકી છે. તમને જણાવી દઈએ કે પી ચિદમ્બરમ આઈએનએક્સ મીડિયા કેસમાં કસ્ટડીમાં છે. બુધવારે રાતે સીબીઆઈએ પી ચિદમ્બરની તેમના નિવાસ સ્થાનેથી ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમને ગુરુવારે દિલ્લીની રાઉજ રિવેન્યુ કોર્ટે ચિદમ્બરમને 5 દિવસના સીબીઆઈ રિમાન્ડ પર મોકલી દીધા. સોમવાર સુધી સીબીઆઈના રિમાન્ડ પર છે.












Click it and Unblock the Notifications
