2 મીનિટની જાતીય ઇચ્છા કાબૂમાં રાખે છોકરીઓ, કોલકત્તા હાઇકોર્ટ સામે સુપ્રીમ કોર્ટે ઉઠાવ્યો વાંધો
સુપ્રીમ કોર્ટે શુક્રવારના રોજ કોલકત્તા હાઇ કોર્ટના ચૂકાદાનું ખંડન કર્યું હતું. આ ચુકાદામાં કોલકત્તા હાઇ કોર્ટે યુવાન છોકરીઓને તેમની યૌન ઇચ્છાઓ પર કાબૂ મેળવવાની સલાહ આપી હતી. આ સાથે કોર્ટે રાજ્ય સરકાર અને અન્યને આ મામલે નોટિસ પણ ફટકારી હતી.
જાતીય ઈચ્છાઓ પર આપવામાં આવી હતી દલીલો - સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, કલકત્તા હાઈકોર્ટના ચુકાદાના અમુક ભાગો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, કિશોરીઓએ બે મિનિટના આનંદને બદલે તેમની જાતીય ઈચ્છાઓ પર નિયંત્રણ રાખવું જોઈએ, તે તદ્દન વાંધાજનક અને સંપૂર્ણપણે અયોગ્ય છે.

કેસની તપાસ માટે ન્યાયાધીશની નિમણૂક - સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, પ્રારંભિક તપાસ દર્શાવે છે કે, ન્યાયાધીશો પાસેથી તેમના અંગત મંતવ્યો વ્યક્ત કરવા અથવા ઉપદેશ આપવાની અપેક્ષા રાખવામાં આવતી નથી. સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ વકીલ માધવી દિવાનને કોર્ટને મદદ કરવા માટે એમિકસ ક્યુરી તરીકે અને એડવોકેટ લિઝ મેથ્યુને એમિકસ ક્યુરીની મદદ માટે નિયુક્ત કર્યા છે.
બે મિનિટની ખુશી માટે - સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, આ ટિપ્પણીઓ બંધારણની કલમ 21 હેઠળ કિશોરોના અધિકારોનું સંપૂર્ણ રીતે ઉલ્લંઘન કરે છે. સુપ્રિમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદાની સુઓ મોટુ સંજ્ઞાન લીધી હતી. વાસ્તવમાં હાઇકોર્ટે ટિપ્પણીમાં કહ્યું હતું કે, દરેક મહિલા કિશોરીએ તેની જાતીય ઇચ્છાને નિયંત્રિત કરવી જોઈએ, કારણ કે માંડ બે મિનિટનો જાતીય આનંદ માણવાથી તે સમાજની નજરમાં ખોવાઈ જશે.
રાજ્ય સરકારને ફટકારાઇ નોટિસ - તેમજ કોર્ટે રાજ્ય સરકાર અને રાજ્યના અન્ય પક્ષકારોને નોટિસ પાઠવી છે. સુપ્રીમ કોર્ટે રાજ્યને જણાવવા કહ્યું કે, શું નિર્ણય સામે અપીલ દાખલ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
