Supreme Court : મોબાઈલમાં ચાઈલ્ડ પોર્ન રાખવુ POCSO હેઠળ ગુનો, સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટનો નિર્ણય બદલ્યો
Supreme Court : ભારત સહિત દુનિયાભરમાં વધી રહેલી ચાઈલ્ડ પોર્નોગ્રાફી પર સુપ્રીમ કોર્ટે આકરૂ વલણ અપનાવ્યુ છે. હવે ચાઈલ્ડ પોર્ન મોબાઈલમાં રાખવુ પણ ગુનો બની જશે.
સુપ્રીમ કોર્ટ મદ્રાસ હાઈકોર્ટના એક આદેશને પલટતા મોટો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટ અનુસાર, ચાઈલ્ડ પોર્નોગ્રાફી સંગ્રહિત કરવી ભલે તેને શેર કરવાની યોજના ન હોય તો પણ તે કાનૂની જવાબદારીમાંથી બાકાત નથી.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે ફોજદારી આરોપો પર સૂનાવણી કરતા કહ્યુે કે આવી સામગ્રીને દૂર કરવી અથવા તેની જાણ ન કરવી એ વિતરિત કરવાના ઇરાદાને દર્શાવે છે. આ અર્થઘટન પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટની કલમ 15 પર આધારીત છે.
આદેશ લખતા ન્યાયાધીશ પારડીવાલાએ નિર્દેશ કર્યો કે સામગ્રીને સંગ્રહિત કરવા અને તેને કાઢી નાખવા અથવા જાણ કરવામાં નિષ્ફળતા પરથી ઉદ્દેશ્યનો અંદાજ લગાવી શકાય છે.
કોર્ટે કહ્યું કે, કલમ 15 ની વિવિધ પેટા કલમો હેઠળ ગુનો સાબિત કરવા માટે પ્રસારણ અથવા નાણાકીય લાભના ઉદ્દેશ્યના વધારાના પુરાવાની જરૂર પડી શકે છે.
આનાથી આગળ કોર્ટે POCSO એક્ટ હેઠળ વધુ સચોટ રજૂઆત માટે ચાઈલ્ડ પોર્નોગ્રાફીને ચાઈલ્ડ જાતીય શોષણ અને દુરુપયોગ સામગ્રી સાથે બદલવા કાયદાકીય સુધારાની વાત કરી છે.
સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય જસ્ટ રાઈટ્સ ફોર ચિલ્ડ્રન એલાયન્સની અરજી પર સૂનાવણી બાદ આવ્યો છે. આ એક એનજીઓનું એક જૂથ છે, જે બાળ કલ્યાણ પર મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાની અસર વિશે ચિંતિત છે.
આ કેસમાં એક વ્યક્તિ પર ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 2000 અને POCSO એક્ટ હેઠળ ચાઈલ્ડ પોર્નોગ્રાફિક સામગ્રી ડાઉનલોડ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
