સુપ્રીમ કોર્ટના જજની મોદીને સલાહ, તમામ ધર્મોના પર્વોનો રાખે ખયાલ
નવી દિલ્હી, 4 એપ્રિલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે સુપ્રીમ કોર્ટના જજ કુરિયન જોસેફે ગુડ ફ્રાઇડેના દિવસે કોન્ફ્રેન્સ બોલાવવા પર વાંધો ઉઠાવ્યો છે. કુરિયને મોદીના નિમંત્રણનો વિરોધ કરતા જણાવ્યું કે વડાપ્રધાને આવા કાર્યના આયોજન અને નિમંત્રણ પહેલા તમામ ધર્મોના તહેવારોનો ખ્યાલ રાખવો જોઇએ.

જસ્ટિસ કુરિયન જોસફે ચીફ જસ્ટિસ એચએલ દત્તૂને એક પત્ર લખીને આ કોન્ફ્રેન્સની ટાઇમિંગ પર સવાલ ઊભો કર્યો છે. તેમણે લખ્યું છે કે તેઓ એ સમયે ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવા માટે કેરળમાં હશે, એટલું જ નહીં જોસેફે ત્યાં સુધી જણાવી દીધું છે કે આવા કાર્યક્રમ પવિત્ર ધાર્મિક તહેવારો હોળી, દીવાળી, દશેરા અને ઇદ પર નથી થતા. નોંધનીય છે કે ત્રણ એપ્રિલના રોજ ગુડ ફ્રાઇડે હતો, અને પાંચ એપ્રિલના રોજ ઇસ્ટર છે.

જોસફે આ પત્ર 18 માર્ચના રોજ મોકલ્યો હતો, ત્યારબાદ ચીફ જસ્ટિસે સખત જવાબ આપ્યો. એચએલ દત્તૂએ જવાબ આપ્યો. એચએલ દત્તૂએ જવાબ આપ્યો વ્યક્તિગત હિતોની ઉપર સંસ્થાગત હિતોને પ્રાથમિકતા મળવી જોઇએ. તેમણે પારિવારિક અને સંસ્થાગત પ્રતિબદ્ધતાઓમાં તાલમેલ બેસાડવા પર પણ ભાર મૂક્યો.
જસ્ટીસ જોસફે તર્ક આપ્યું હતું કે પવિત્ર અને રાષ્ટ્રીય રજાના અવસર પર કોન્ફ્રેન્સ રાખીને ન્યાયપાલિકા અન્ય સંવૈધાનિક સંસ્થાઓ અને પબ્લિક બોડીઝની વચ્ચે ખોટો સંદેશ મોકલી રહી છે. જોસેફે પોતાના પત્રમાં લખ્યું છે કે 'આવી જરૂરી કોન્ફ્રેન્સ આવા દિવસે ન્હોતી રાખવી જોઇતી, જ્યારે અમારામાંથી કેટલાંક લોકોને ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાનો હતો. આ દરમિયાન અમારે પરિવાર સાથે પણ સમય વિતાવવાનો છે.'

જોકે હોળી, દિવાળી અને ઇત પર આવી કોન્ફ્રન્સ નહીં યોજાવાના પોતાના તર્ક પર તેમણે સફાઇ આપતા જણાવ્યું કે તેમનો અર્થ સાંપ્રદાયિક વાત કરવાનો બિલકૂલ નથી. જોસફે લખ્યું છે કે હું માનું છું કે અમારી સંસ્થા પર ધર્મ નિરપેક્ષ થઇને તમામના હિતોની રક્ષા કરવાની જવાબદારી છે, જે ધીરે ધીરે પોતાના રસ્તાથી ભટકી રહી છે.
ચીફ જસ્ટિસે જોસફના આ પત્ર પર નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે 20 માર્ચના રોજ આપવામાં આવેલ જવાબમાં કહેવાયું છે કે બે વર્ષ બાદ આયોજિત થઇ રહેલી આ કોન્ફ્રેન્સ પર સવાલ ઉઠાવવા પર તેઓ સ્તબ્ધ છે. તેમણે પોતાના જવાબમાં લખ્યું કે હું જસ્ટિસ જોસેફની ચિંતાનું સન્માન કરુ છું, પરંતુ વ્યક્તિગત રીતે મારા માટે કોન્ફ્રેન્સ કોઇ પણ અન્ય બાબતથી વધારે જરૂરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
