આપની જીત બાદ સુનીતા કેજરીવાલઃ આ મારી બેસ્ટ બર્થડે ગિફ્ટ, આજે સત્યની જીત થઈ
પાર્ટીની આ શાનદાર જીત બાદ સુનીતા કેજરીવાલનુ નિવેદન આવ્યુ છે.
દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં એક વાર ફરીથી સત્તાધારી પાર્ટી આપની સરકારની વાપસી થઈ છે. અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં આમ આદમી પાર્ટી 63 સીટો પર આગળ છે અને ભાજપ માત્ર 7 સીટો પર અટકેલી છે જ્યારે કોંગ્રેસનુ બીજી વાર પણ ખાતુ ખુલ્યુ નથી. અત્યાર સુધીના રુઝાનોથી સ્પષ્ટ છે કે અરવિંદ કેજરીવાલ સતત ત્રીજી વાર દિલ્લીના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. આ જીત ઉપરાંત દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલનો આજે બર્થડે પણ છે.
|
પાર્ટીની જીત શાનદાર બર્થડે ગિફ્ટ છે
પાર્ટીની આ શાનદાર જીત બાદ સુનીતા કેજરીવાલે કહ્યુ કે, ‘આનાથી શાનદાર ગિફ્ટ કંઈ બીજી ન હોઈ શકે. આજે સત્યની જીત થઈ છે. આજની જીત સાબિત કરે છે કે કામ કરનારા સાથે જનતા હોય છે. આશા રાખુ છુ કે આ જીતથી બીજી રાજકીય પાર્ટીએ સબક લેશે.'
|
આજે છે સુનીતા કેજરીવાલનો 54મો જન્મદિવસ
તમને જણાવી દઈએ કે આજે સોશિયલ મીડિયા પર લોકો સુનીતા કેજરીવાલને તેમના 54માં જન્મદિવસ પર શુભકામના આપી રહ્યા છે. વળી, આજે અરવિંદ કેજરીવાલે આજે પાર્ટીના કાર્યાલયમાં પોતાના સાથીઓ અને કાર્યકર્તાઓ વચ્ચે પોતાની પત્ની સુનીતા કેજરીવાલને કેક ખવડાવીને તેમને જન્મદિવસની શુભકામના આપી છે.

કેજરીવાલને આઈલવયુ કહીને દિલ્લીવાસીઓનો આભાર માન્યો
ઉલ્લેખનીય છે કે જીત બાદ પાર્ટી ઓફિસમાં કાર્યકર્તાઓ વચ્ચે પહોંચેલા કેજરીવાલે આઈલવયુ કહીને દિલ્લીવાસીઓનો આભાર માન્યો છે. હું અરવિંદ કેજરીવાલ અને દિલ્લીના લોકોને આપની જીત પર અભિનંદન પાઠવુ છુ. લોકોએ બતાવ્યુ કે દેશ ‘જન કી બાત'થી ચાલશે, ‘મન કી બાત'થી નહિ. તમે લોકોએ ત્રીજી વાર પોતાના દીકરા પર ભરોસો કર્યો છે, આ એ દરેક પરિવારની જીત છે જેમણે મને પોતાનો દીકરો સમજ્યો અને સમર્થન આપ્યુ, આજે દિલ્લીના લોકોએ નવા પ્રકારની રાજનીતિને જન્મ આપ્યો છે. દિલ્લીના લોકોએ કહી દીધુ કે મત એને જે ઘરે ઘરે પાણી આપશે, રસ્તા બનાવશે, મોહલ્લા ક્લિનિક બનાવશે, આ રાજનીતિ દેશને 21મી સદીમાં લઈ જશે. આ જીત ભારત માતાની જીત છે.
આ પણ વાંચોઃ સહકર્મી સાથે રિલેશન બનાવી રહ્યો હતો કર્નલ, જવાનોએ વીડિયો બનાવી મોકલ્યો સંરક્ષણ મંત્રીને
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
