કેરળમાં કોરોના કાબૂ કરવા આરોગ્ય મંત્રાલયનું સંપુર્ણ લોકડાઉનનું સૂચન-સૂત્રો
કેરળમાં કોરોનાના વધી રહેલા કેસ રાજ્ય સરકારની ચિંતા વધારી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી કેરળમાં 30 હજારથી વધુ નવા દર્દીઓ નોંધાઈ રહ્યા છે.
કેરળમાં કોરોનાના વધી રહેલા કેસ રાજ્ય સરકારની ચિંતા વધારી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી કેરળમાં 30 હજારથી વધુ નવા દર્દીઓ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન કડક પ્રતિબંધો સાથે કેરળમાં સંપૂર્ણ લોકડાઉન લાદવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આરોગ્ય મંત્રાલયના સૂત્રોએ કહ્યું છે કે જો કેરળમાં કડક લોકડાઉન લાગુ કરવામાં આવે તો સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં કેસ ઘટી શકે છે.

આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ કહ્યું છે કે કેરળમાં જ્યાં સંક્રમણ વધારે છે તેવા વિસ્તારોને બંધ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. આ સિવાય કેરળનો પોઝિટિવિટી રેટ પણ ખૂબ ઉંચો છે તેથી કડક લોકડાઉન લાગુ કરવામાં આવે તો જ દર્દીઓની સંખ્યા ઘટી શકે છે. આ ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારોમાં રાત્રિ કર્ફ્યુ પણ લાદવો જોઈએ, જેથી તહેવારને ધ્યાનમાં રાખીને ચેઈન તોડી શકાય.
તમને જણાવી દઈએ કે કેરળમાં સંક્રમણ અંદાજ આ આંકડા પરથી લગાવી શકાય છે કે જુલાઈમાં કોરોનાના સરેરાશ 13,500 કેસ પ્રતિદિન આવતા હતા, જ્યારે ઓગસ્ટમાં તે વધીને 19,500 થઈ ગયા હતા. કેરળમાં હાલની સ્થિતિ એવી છે કે દેશમાં નોંધાતા કુલ દર્દીઓમાં અડધા કેરળના છે.
મંગળવારે પણ કેરળમાં કોરોનાના 30 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા. મંગળવારે રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 30,203 નવા કેસ નોંધાયા હતા અને આ સમયગાળા દરમિયાન 115 દર્દીઓના મોત થયા હતા. હવે રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 40,57,233 થઈ ગઈ છે, જ્યારે મૃતકોની સંખ્યા વધીને 20,788 થઈ ગઈ છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
