પગનો ઈલાજ કરાવવા આવેલા વ્યક્તિના પેટનું ઓપરેશન કરી નાંખ્યુ, જાણો ક્યાંની છે ઘટના?
ડોક્ટરોની બેદરકારીની ઘણી ઘટનાઓ તમે જોઈ હશે. જેમાં પેટમાં ભુલથી સાધનો છુટી જવા કે દર્દીના મોત સુધીની બાબતો સામેલ હોય. પરંતુ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં સામે આવેલી ડોક્ટરોની બેદરકારી એટલી ગંભીર છે કે પગની સારવાર કરવા આવેલા વ્યક્તિના પેટનું ઓપરેશન કરી નાંખ્યુ.
સામે આવેલી આ ગંભીર ઘટના ઉત્તર પ્રદેશની છે. અહીં રાયબરેલીમાં એક વ્યક્તિ પગમાં ગંભીર અલ્સરનો ઈલાજ કરવા માટે હોસ્પિટલ પહોંચ્યો હતો.

આ દર્દીનો આરોપ છે કે તે પોતાના પગની સારવાર કરાવવા માટે વારંવાર હોસ્પિટલમાં જતો હતો. આ ક્રમમાં તે ફરી એકવાર હોસ્પિટલ ગયો ત્યારે પગ નહીં પરંતુ અહીં ડોક્ટરોએ તેના પેટનું ઓપરેશન કરી નાંખ્યુ.
આ ગંભીર ઘટના સામે આવ્યા બાદ હવે ચીફ મેડિકલ ઓફિસર ડૉ.મહેન્દ્ર મૌર્યએ સ્પષ્ટ કહ્યું કે આ આરોપો ખોટા છે. તેમણે કહ્યું કે તે વ્યક્તિ તેના પગની સારવાર કરાવવા માટે પહેલા પણ ઘણી વખત અહીં આવી ચુક્યો છે.
આ વ્યક્તિને સારવાર માટે KGMCમાં જવાનું કહેવાયુ પરંતુ તે અહીં જ રહેવા માંગે છે. જ્યારે તેને અન્ય વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે તેણે સ્ટાફને ધમકાવવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે તે પોતાનું પેટ ફાડી નાખશે અને બધાને ફસાવી દેશે અને તેણે એવું જ કર્યું. જ્યારે તેણે તેના પેટમાં ચીરો કર્યો ત્યારે સર્જન ડૉ. પ્રદીપ અન્ય સ્ટાફ સાથે સ્થળ પર પહોંચ્યા અને તેના પેટમાં ટાંકા લીધા. આ પછી તેની સારવાર કરવામાં આવી હતી.
ડોક્ટરો કહી રહ્યા છે કે, દર્દીને આરામ મળતાની સાથે જ તેણે ડોક્ટરો અને સમગ્ર હોસ્પિટલ પર ખોટા આરોપો લગાવવાનું શરૂ કરી દીધું છે. હાલ આ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
