Shraddha murder case: દિલ્લી પોલીસે દાખલ કરી 6629 પાનાંની ચાર્જશીટ, વાંચો ચોંકાવનારા ખુલાસા
શ્રદ્ધા વૉકર હત્યાકાંડમાં દિલ્લી પોલીસે 6629 પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં આરોપી આફતાબની હેવાનિયતના મોટા ખુલાસા થયા છે.
Shraddha murder case: શ્રદ્ધા વૉકર હત્યાકાંડમાં દિલ્લી પોલીસે 6629 પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસમાં જે માહિતી સામે આવી છે તેણે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. પોતાની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વૉકરને બૉયફ્રેન્ડ આફતાબ પૂનાવાલાએ 18 મે, 2022ના રોજ મારી દીધી હતી અને તેના શબના ટૂકડા કરીને ફેંકી દીધા હતા. આ સમગ્ર કેસ ઘણા મહિનાઓ પછી સામે આવ્યો હતો. આફતાબની પૂછપરછ દરમિયાન એ વાત સામે આવી કે કેવી રીતે આફતાબે શ્રદ્ધાના શરીરના ટૂકડા કર્યા અને પછી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો. હવે આ કેસ સાથે જોડાયેલી વધુ માહિતી ચાર્જશીટમાં સામે આવી છે. અહીં વાંચો ચાર્જશીટમાં કરવામાં આવેલા મોટા ખુલાસા...

- આફતાબની ઘણી મહિલા મિત્રો હતી, જેમાંથી દુબઈની એક મહિલાના કારણે આફતાબે શ્રદ્ધાની હત્યા કરી હતી, જેના કારણે તે શ્રદ્ધા સાથે ખૂબ ઝઘડતો હતો. આ સાથે આફતાબને ગુરુગ્રામ અને નાગપુરની મહિલા મિત્રો પણ હતી.
- આફતાબ શ્રદ્ધાને અવારનવાર મારતો હતો જેના કારણે શ્રદ્ધાને ઘણી વખત ઑફિસમાંથી રજા લેવી પડતી હતી.
- આફતાબે શ્રદ્ધાના શરીરના અંગો ફ્રીજમાં રાખ્યા હતા, પરંતુ જ્યારે પણ કોઈ છોકરી તેના ફ્લેટમાં જતી ત્યારે તે ફ્રિજ સાફ કરતો અને ફરીથી માથા, હાથ જેવા શરીરના અંગો ફ્રીજમાં મૂકી દેતો હતો.
- આફતાબે શરૂઆતમાં પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો અને ખોટા નિવેદનો આપ્યા હતા કે તેણે મૃતદેહને સળગાવી દીધો, હાડકાંનો પાવડર બનાવીને ફેંકી દીધો.
- આફતાબે 18 મે, 2022ના રોજ શ્રદ્ધાની હત્યા કરી અને પછીના 4-5 દિવસ સુધી તેણે મૃત શરીરના 17 ટુકડા, હાથના ત્રણ ટુકડા, પગના ત્રણ ટુકડા અને શરીરના બાકીના ભાગોના પણ ઘણા ટૂકડા કર્યા.
- આફતાબે ટ્રેશ બેગ ખરીદવા માટે બ્લિંકિટ એપનો ઉપયોગ કર્યો હતો. આ એપ દ્વારા તેણે સફાઈનો વધુ સામાન મંગાવ્યો હતો.
- આફતાબે પહેલા ત્રણ દિવસ ઘણી બધી પાણીની બોટલો મંગાવી, ડ્રાય આઈસ મંગાવ્યો હતો.
- આફતાબે એક મોટી લાલ રંગની બ્રીફકેસ ખરીદી હતી, તેણે તે મેહરૌલી માર્કેટમાંથી ખરીદી હતી અને તેમાં તે શરીરના ઘણા ટૂકડાઓને રાખીને લઈ ગયો હતો.
- હત્યા સમયે આફતાબે તેનો ફોન એમેઝોન સાથે એક્સચેન્જ કર્યો હતો. ફોન બદલતા પહેલા તેણે તમામ ડેટા ડિલીટ કરી નાખ્યો હતો. પોલીસે ડેટા મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી.
- શ્રદ્ધાની હત્યા કર્યા બાદ આફતાબે અન્ય યુવતીઓને ડેટિંગ એપ પર ડેટ કરવાનુ શરૂ કર્યુ હતુ. આફતાબે શ્રદ્ધાને જે વીંટી આપી હતી, તે જ વીંટી તેણે બીજી ગર્લફ્રેન્ડને આપી હતી.












Click it and Unblock the Notifications
