10 વર્ષ મોટી આયેશાને પ્રેમ કરી બેઠા હતા શિખર ધવન, 8 વર્ષમાં થયા ડિવૉર્સ, જાણો તેમની લવ સ્ટોરી

ટીમ ઈન્ડિયાના ગબ્બરસિંહ શિખર ધવનના જીવનમાં બધુ ઠીક નથી. તેના અને તેની પત્નીના ડિવૉર્સ થઈ ગયા છે.

નવી દિલ્લીઃ ટીમ ઈન્ડિયાના ગબ્બરસિંહ શિખર ધવનના જીવનમાં બધુ ઠીક નથી. તેના અને તેની પત્નીના ડિવૉર્સ થઈ ગયા છે. આ વાતની માહિતી ખુદ આયશાએ જ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા લોકોને આપી. આયશાની પોસ્ટ તેના દર્દને વર્ણવી રહી છે. જો કે આયશાએ તો પોતાની વાત કહી દીધી પરંતુ શિખર ધવન તરફથી આ વિશે કંઈ કહેવામાં આવ્યુ નથી. આ સમાચાર સામે આવ્યા બાદ શિખર ધવનના ફેન્સને જોરદાર ઝટકો લાગ્યો છે. જો કે આ સ્પષ્ટ નથી કે બંનેના ડિવૉર્સનુ કારણ શું છે.

શિખર ધવન અને આયશા મુખર્જીના થયા ડિવૉર્સ

શિખર ધવન અને આયશા મુખર્જીના થયા ડિવૉર્સ

ક્રિકેટની ગલીઓમાં મેડ ફર ઈચ અધર કહેવાતા શિખર ધવન અને આયશા મુખર્જીના રિલેશનશિપ હંમેશાથી ઘણા ચર્ચિત રહ્યુ છે કારણકે શિખર ધવને પોતાનાથી દસ વર્ષ મોટી હાફ બ્રિટીશ અને હાફ ઈન્ડિયન આયશા મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. તેમના તો આ પહેલા લગ્ન હતા પરંતુ આયશાના આ બીજા લગ્ન હતા. તેને પહેલા લગ્નથી બે દીકરીઓ પણ છે. વર્ષ 2014માં શિખર ધવન એક દીકરાના પિતા બન્યા હતા. જે તેમનુ અને આયશાનુ પહેલુ સંતાન છે.

FB દ્વારા થઈ હતી શિખર-આયશાની દોસ્તી

FB દ્વારા થઈ હતી શિખર-આયશાની દોસ્તી

બંને વચ્ચે દોસ્તી ફેસબુક દ્વારા થઈ હતી. વાસ્તવમાં આયશા મુખર્જી હરભજન સિંહના ફેસબુક ફ્રેન્ડ લિસ્ટમાં હતી જ્યાં પહેલી વાર ધવનની નજર સુંદર આયશા પર પડી હતી જેને જોયા બાદ ધવને તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી જેને આયશાએ એક્સેપ્ટ કરી લીધી અને બસ અહીંથી વાતચીતનો સિલસિલો શરૂ થયો કે જે પહેલા પ્રેમ અને પછી લગ્નમાં ફેરવાઈ ગયો.

સાથે રહે હમારા જનમ જનમ તક...

સાથે રહે હમારા જનમ જનમ તક...

પોતાના પાંચમાં લગ્નની વર્ષગાંઠમાં ધવને પોતાની પત્ની માટે જે પોસ્ટ લખી હતી તે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચિકત થઈ હતી. ધવને તેમાં પ્રેમને કંઈક એવી રીતે વ્યક્ત કર્યો હતો જેને વાંચ્યા બાદ કોઈ પણ અંદાજ લગાવી શકાતો હતો કે તે આયશાને ખૂબ પ્રેમ કરે છે માટે આજે તેના ચાહકોને બંનેના અલગ થવાની વાત નથી પચી રહી. ધવને લખ્યુ હતુ કે, 'સાથ રહે હમારા જનમ-જનમ તક, કરતા હું યે દુઆ, તેરે દર પે ઝુકે સર મેરા, મેરી યહી રઝા... આઈ લવ યુ, 5મી વર્ષગાંઠના ખૂબ-ખૂબ અભિનંદન.'

આયશાએ કહી હતી આ વાત

આયશાએ કહી હતી આ વાત

એટલુ જ નહિ એક ઈન્ટરવ્યુ દરમિયાન આયશા મુખર્જીઓ કહ્યુ હતુ કે, 'શિખર ધવન મેદાન પર તો ઘણા એગ્રેસિવ અને વિસ્ફોટક છે પરંતુ દિલથી ખૂબ સૉફ્ટ અને બહુ રોમેન્ટીક હસબન્ડ છે અને કેરિંગ ફાધર છે. હું ઉપરવાળાનો આભાર માનુ છુ કે હું તેમની લાઈફનો હિસ્સો છુ.' તો સવાલ એ છે કે આટલો પ્રેમ હતો તો અલગ થવાનુ કારણ શું છે?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X