સનાતન ધર્મનો વિવાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, ઉધયનિધિ સ્ટાલિન સામે અરજી દાખલ કરાઈ
ડીએમકે નેતા ઉધયનિધિ સ્ટાલિન આ દિવસોમાં તેના સનાતન વિરોધી નિવેદનો માટે વિવાદમાં છે. તેમને હાલમાં જ સનાતન ધર્મની તુલના એચઆઈવી અને ડેન્ગ્યૂ મેલેરિયા સાથે કરી હતી. હવે આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે.
અહેવાલો અનુસાર, દિલ્હીના એક એડવોકેટે તમિલનાડુ સરકારના મંત્રી અને ડિએમકે નેતા ઉધયનિધિ સ્ટાલિન સામે સનાતન ધર્મ પર કરેલી ટિપ્પણી બદલ સુપ્રીમ કોર્ટે FIRની માંગણી કરતી અરજી દાખલ કરી છે.

આ અરજીમાં સુપ્રીમ કોર્ટે અગાઉના આદેશના સંદર્ભમાં દ્વેષપૂર્ણ ભાષણ માટે સુઓ મોટુ એફઆઈઆર નોંધવામાં ન આવવા બદલ દિલ્હી અને ચેન્નાઈ પોલીસ સામે કોર્ટમાં અવમાનના પગલાંની પણ માંગ કરી છે.
જણાવી દઈએ કે, હાલમા જ ઉધયનિધિ સ્ટાલિને ચેન્નાઈમાં તમિલનાડુ પ્રોગ્રેસિવ રાઈટર્સ એન્ડ આર્ટિસ્ટ એસોસિએશનની બેઠકને સંબોધિત કરતા સનાતન ધર્મની તુલના મેલેરિયા અને ડેન્ગ્યુ સાથે કરી હતી.
તેમણે સનાતન ધર્મને ખતમ કરવાની વાત કરી હતી કહ્યું કે, સનાતનના કારણે સમાજમાં ભેદભાવ છે. ઉધયનિધિ સ્ટાલિન તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના પુત્ર છે. ઉધયનિધિના આ નિવેદનથી ઉત્તર ભારતની રાજનીતિ ગરમાઈ છે.
ઉધયનિધિ સ્ટાલિને કહ્યું કે, તેના નિવેદનને વિકૃત કરવામાં આવ્યુ છે. પીએમ મોદી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, પીએમ મોદી મણિપુર હિંસા અંગે ઉભા થતા પ્રશ્નોનો સામનો કરવાથી ડરીને દુનિયાભરમાં ફરે છે.
આ મુદ્દે ડીએમકે નેતા એ રાજાએ કહ્યું કે, સનાતન ધર્મની સરખામણી HIV/AIDS સાથે થવી જોઈએ. તેની સાથે સામાજિક કલંક જોડાયેલું છે. તેમણે ઉમેર્યુ કે, ઉધયનિધિ સ્ટાલિને ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે સરખામણી કરીને નમ્રતા દર્શાવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
