RBI એ રેપો રેટમાં કર્યો 0.25% નો વધારો, જાણો શું થશે અસર

ત્રણ દિવસ સુધી ચાલેલી બેઠક બાદ RBI એ રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં વધારો કર્યો છે. રેપો રેટમાં 0.25 બેઝિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે અને તે વધારીને 6.25% કરી દેવામાં આવ્યુ છે.

મોંઘવારીની માર પર સામાન્ય જનતાને એક રિઝર્વ બેંક તરફથી આશા હતી. સામાન્ય જનતાને RBI એ સસ્તા દરની લોનની આશા બંધાવી હતી પરંતુ RBI એ મૌદ્રિક સમીક્ષા બાદ સામાન્ય જનતાને ઝટકો આપ્યો છે. ત્રણ દિવસ સુધી ચાલેલી બેઠક બાદ RBI એ રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં વધારો કર્યો છે. રેપો રેટમાં 0.25 બેઝિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે અને તે વધારીને 6.25% કરી દેવામાં આવ્યુ છે.

સર્વસંમતિથી વ્યાજના દરોમાં વધારો

સર્વસંમતિથી વ્યાજના દરોમાં વધારો

એમપીસીની બેઠકમાં બધા છ સભ્યો સર્વસંમતિથી વ્યાજના દરોમાં વધારો કરવાના પક્ષમાં હતા. રેપો રેટ સાથે રિવર્સ રેપોમાં પણ 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં વધારો

રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં વધારો

RBI એ સમીક્ષા બેઠકમાં રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં વધારો કર્યો છે. રિઝર્વ બેંકની મૌદ્રિક નીતિની સમિતિ (એમપીસી) એ રેપો રેટમાં 0.25 બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો છે અને હવે તે 6.25 ટકા થઈ ગયુ છે. વળી રિવર્સ રેપો રેટમાં પણ 0.25 ટકાનો વધારો કર્યો છે અને હવે તે 6.50 ટકા પર પહોંચી ગયુ છે. જ્યારે સીઆરઆરમાં કોઈ બદલાવ કરવામાં નથી આવ્યો અને તે 4 ટકા પર જ કાયમ છે.

જીડીપી અનુમાનમાં કોઈ ફેરફાર નહિ

જીડીપી અનુમાનમાં કોઈ ફેરફાર નહિ

RBI એ નાણાંકીય વર્ષ 2018-19 ના જીડીપી ગ્રોથ અનુમાનને 7.4 ટકા પર જ રાખ્યુ છે. તેમાં કોઈ ફેરફાર કર્યો નથી. RBI ની બેઠકમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારાને મોંઘવારીનું કારણ માનવામાં આવ્યુ છે. પેટ્રોલ અને ડિઝલના વધુ ભાવોના કારણે મુદ્રાસ્ફિતિમાં વધારો થયો છે.

તમારા પર શું અસર થશે

તમારા પર શું અસર થશે

RBI દ્વારા રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં વધારો કરવાથી સામાન્ય જનતાની સસ્તા દરની લોનની આશા ખતમ થઈ ગઈ છે. રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં વધારા બાદ બેંક પણ લોનના દરોમાં વધારો કરી શકે છે. એક તરફ મોંઘવારીની માર અને ઉપરથી સસ્તી લોનનું સપનું પણ તૂટી ગયુ છે.

શું છે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ

શું છે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ

તમને જણાવી દઈએ કે રેપો દર એ દર છે જેના પર રિઝર્વ બેંક બેંકોને કર્જ આપે છે. જ્યારે રિવર્સ રેપો રેટ એ રેટ છે જેના પર બેંક RBI ને કર્જ આપે છે. બેંકોને પોતાની મૂડીનો કેટલોક ભાગ RBI પાસે રિઝર્વ રાખવાનો હોય છે અને તેને કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર) કહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X