Republic Day 2023: પરેડ પહેલા અભેદ્ય કિલ્લામાં ફેરવાયુ દિલ્લી, સીસીટીવી કેમેરા અને 6 હજાર પોલીસકર્મીઓ તૈનાત
દેશમાં આજે 74માં ગણતંત્ર દિવસની ઉજવણી માટે દિલ્લીને અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યુ છે. આવો જાણીએ તેની સુરક્ષા વ્યવસ્થા વિશે.
Republic Day Parade: સમગ્ર ભારત દેશ આજે પોતાનો 74મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. ગણતંત્ર દિવસની પરેડ પહેલા દિલ્લીની સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. દિલ્લીના ખૂણે-ખૂણે 6 હજાર પોલીસકર્મીઓનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દિલ્લી પોલીસનુ પેટ્રોલિંગ ચાલુ છે અને બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પરેડમાં એન્ટ્રીથી લઈને એક્ઝીટ સુધી દરેક અવર-જવર પર નજર રાખવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

26 જાન્યુઆરીએ યોજાનારી ભારતની ગણતંત્ર દિવસની ઉજવણી દરમિયાન થતી પરેડમાં લગભગ 60થી 65 હજાર લોકો ભાગ લે તેવી શક્યતા છે. આ માટે એન્ટ્રીમાં QR કોડનો ઉપયોગ કરવામાં આવશે. વેલિડ પાસ હોલ્ડર અને ટિકિટ ખરીદનારાઓને જ પરેડ જોવા માટે પ્રવેશ આપવામાં આવશે. પ્રેક્ષકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને સુરક્ષા જળવાઈ રહે તે માટે 24 હેલ્પ ડેસ્કની સ્થાપના કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આજે સવારે 10:30 વાગે ગણતંત્ર દિવસની પરેડ શરૂ થશે, જે દેશની સૈન્ય પરાક્રમ અને સાંસ્કૃતિક વિવિધતાનું અનોખું મિશ્રણ હશે.
74માં ગણતંત્ર દિવસ (પ્રજાસત્તાક દિવસ 2023) પર દિલ્લીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્લીને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. દિલ્લીની સુરક્ષા માટે 27 હજારથી વધુ પોલીસકર્મીઓ ચોવીસ કલાક તૈનાત કરવામાં આવ્યા છે. સાથે જ પરેડ દરમિયાન 6 હજાર પોલીસકર્મીઓ સુરક્ષામાં જોડાશે. આ સિવાય અર્ધલશ્કરી દળ, NSG, SPG અને આર્મી કમાન્ડો ઉપરાંત તમામ કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ રીતે એલર્ટ છે. દરેક પોઈન્ટ પર પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
પ્રજાસત્તાક દિવસની પરેડ અને તેની આસપાસના વિસ્તારો પર નજર રાખવા માટે 150થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. 25 જાન્યુઆરીની સાંજથી બહુમાળી ઇમારતો બંધ છે. વળી, 25 જાન્યુઆરીની રાતથી દિલ્લીમાં ભારે વાહનોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યુ કે બૉમ્બ ડિસ્પોઝલ ટીમ ડૉગ સ્ક્વૉડની સાથે બજારો, ભીડભાડવાળા વિસ્તારો અને અગ્રણી સ્થળોની તપાસ કરી રહી છે. છેલ્લા બે-ત્રણ મહિનાથી હોટલો, ધર્મશાળાઓ, ગેસ્ટ હાઉસ, સિનેમા હોલ, પાર્કિંગ લોટ અને બસ ટર્મિનલમાં વેરિફિકેશનની ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
