Ratan Tata Dog : રતન ટાટાન વિયોગમાં તેમના ડોગનું પણ મોત? જાણો શું કહ્યું મુંબઈ પોલીસે?
Ratan Tata Dog : રતન ટાટાના અવસાન બાદ તેમનો ડોગ ગોવા ખુબ ચર્ચામાં રહ્યો છે. હવે અહેવાલો વહેતા થયા છે કે ટાટાના અવસાન બાદ તેમના ડોગે પણ ખાવાનું છોડી દીધુ અને મોત થયુ છે.
હાલ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે રે રતન ટાટાના વિયોગમાં તેમના ડોગનું પણ અવસાન થયુ છે.

આ સમાચારો વહેતા થયા બાદ મુંબઈ પોલીસ એક્શનમાં આવી છે અને લોકોને ગેરમાર્ગે દોરતા મેેસેજ ખોટા હોવાનો ખુલાસો કર્યો છે.
મુંબઈ પોલીસના સિનિયર ઈન્સ્પેક્ટર સુધીર કુડાલકરે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં પુષ્ટિ કરી છે કે આ વોટ્સએપ મેસેજ ખોટા છે અને રતન ટાટાનો કૂતરો ગોવા જીતવો અને એકદમ ઠીક છે.
રતન ટાટાનો ગોવા નામનો આ કૂતરો ટાટા ગ્રુપના હેડક્વાર્ટર બોમ્બે હાઉસમાં રહે છે. ટાટાના અંતિમ સંસ્કારમાં ફણ ગોવા હાજર હતો.
પ્રાણીઓના અધિકારો માટે કામ કરતા ઈન્સ્પેક્ટર કુડાલકરે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં આ સમાચારને અફવા ગણાવ્યા. તેમણે ટાટા જીના નજીકના મિત્ર શાંતનુ નાયડુ સાથે આ વાતની પુષ્ટિ કરી અને તેમણે કહ્યું કે ગોવા ઠીક છે.
જણાવી દઈએ કે, કુડાલકરને તેમણે પ્રાણીઓના કલ્યાણ માટે કરેલા કાર્યો માટે PETA જેવી સંસ્થાઓ તરફથી માન્યતા પણ મળી છે. તેમણે શાંતનુ નાયડુ સાથેના તેમના મેસેજના સ્ક્રીનશૉટ પણ શેર કર્યા છે, જેમાં ગોવાના સારા સ્વાસ્થ્યની પુષ્ટિ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
