Rajat Dalalની બેશરમ હરકત, પહેલા બાઈક ચાલકને મારી કારથી ટક્કર, પછી કહ્યુ - 'આ રોજનુ કામ છે'
Rajat Dalal Viral Video: સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર રજત દલાલ અવારનવાર વિવાદોમાં રહે છે. હજુ થોડા સમય પહેલા તે એજાઝ ખાન સાથે ટકરાતો જોવા મળ્યો હતો. હાલમાં તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જીમ ટ્રેનર રજત દલાલ પોતાની કાર સાથે એક બાઇકરને ટક્કર મારતો જોવા મળે છે.
હદ તો ત્યારે થઈ જ્યારે બાઈક ચાલક પડી ગયો અને તો પણ રજત દલાલે કાર રોકી નહીં. આ ઉપરાંત, જ્યારે તેની બાજુમાં બેઠેલી યુવતીએ કહ્યું કે તે પડી ગયો, તો રજતે જે જવાબ આપ્યો, તે તમને ચોંકાવી દેશે.

આ વીડિયો તમારામાં આક્રોશ પેદા કરવા માટે પૂરતો છે કારણ કે રજત દલાલે આ જ કર્યું છે. ટક્કરથી પડી ગયેલા વ્યક્તિને જોવા માટે કાર રોકવાને બદલે, દલાલે ડ્રાઇવિંગ ચાલુ રાખ્યું અને ખૂબ બેદરકારીપૂર્વક કહ્યું, "આ રોજનુ કામ છે."
આ વીડિયોમાં રજત દલાલ કાર ચલાવી રહ્યા છે અને પાછળથી કોઈ આ વીડિયો શૂટ કરી રહ્યું છે. તેની સાથે એક મહિલા મુસાફર પણ છે. આ મહિલા સતત કહી રહી છે કે સર, તમે ધીમે ચલાવો. પરંતુ રજત દલાલ ધ્યાન આપતો નથી. થોડી જ ક્ષણોમાં ટ્રેનરની કાર મોટરસાઇકલ સવાર સાથે અથડાય છે.
આ પછી મહિલા ડરી જાય છે અને ચીસો પાડે છે, "સર, તે પડી ગયો છે. મહેરબાની કરીને આવું ના કરો." કોઈ પણ જાતની ચિંતા કર્યા વિના, દલાલે ઉદાસીનતાથી જવાબ આપ્યો, "પડી ગયો, કંઈ નહી, આ રોજનું કામ છે." હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે.
આ વીડિયો જોઈને એક યુઝરે લખ્યું, "તેણે આખી જિંદગી જેલના સળિયા પાછળ રહેવું જોઈએ." બીજાએ ડીસી ફરીદાબાદને લખ્યું, "કૃપા કરીને તમારો સંપર્ક નંબર ડાયરેક્ટ મેસેજ દ્વારા શેર કરો. તમારો આભાર.'' એકે લખ્યું, ''આજીવન લાયસન્સ પ્રતિબંધ કરતાં ઓછું કંઈ પણ તેના ગુના માટે પૂરતી સજા નહીં હોય!!!'' બીજાએ લખ્યું, ''આ માણસ પર વહેલામાં વહેલી તકે ગુનો નોંધવો જોઈએ. તે સમાજ માટે ખતરો છે. આશા છે કે સત્તાવાળા કોઈ સાંભળશે.''
"GIR GAYA KOI BAAT NAHI. YE TO HAMARA ROZ KA KAAM HAI "
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) August 29, 2024
Habitual Offender #RajatDalalPsycho hits a biker while driving at a speed of 143Kmph on a busy inner city highway
PLZ IDENTIFY ROAD & TAG COPS@dtptraffic @FBDPolice @police_haryana @cmohry @noidatraffic @gurgaonpolice pic.twitter.com/RD2sEQVsnd
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
