Rajasthan Voting: વોટ આપીને 10 હજાર રુપિયા જીતવાનો મોકો, જાણો શું છે સેલ્ફી કૉન્ટેસ્ટ?
Rajasthan Lok Sabha Elections 2024: રાજસ્થાનના ઘણા મતદારો પાસે લોકસભા ચૂંટણી 2024માં ત્રણથી દસ હજાર રૂપિયા જીતવાની તક છે. તેમના માટે સેલ્ફી કોન્ટેસ્ટ શરૂ કરવામાં આવી છે.
વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચે એક સ્પર્ધાનું પણ આયોજન કર્યું છે જેમાં મતદારોને 10,000 રૂપિયાનું ઇનામ જીતવાની તક મળશે. આ સ્પર્ધાનું નામ સેલ્ફી કોન્ટેસ્ટ છે.

જયપુર જિલ્લા ચૂંટણી અધિકારી પ્રકાશ રાજપુરોહિતે મતદાર જાગૃતિ અભિયાન હેઠળ મતદાનની ટકાવારી વધારવા માટે સેલ્ફી સ્પર્ધાના રૂપમાં એક અનોખી નવીનતા કરી છે. આ કોન્ટેસ્ટમાં વોટિંગ કર્યા બાદ સેલ્ફી પોઈન્ટ પર જઈને સેલ્ફી લેવાની રહેશે. સેલ્ફી તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરવાની રહેશે અને જિલ્લા ચૂંટણી અધિકારી (@deojaipur) ના Facebook, Twitter, Instagram સોશિયલ મીડિયા હેન્ડલ પર લોકસભા મતવિસ્તાર જયપુર અથવા જયપુર ગ્રામીણ સાથે ટેગ કરવાની રહેશે.
જયપુર જિલ્લા SVEEP નોડલ ઓફિસર ડૉ. શિલ્પા સિંહનું કહેવું છે કે વધુમાં વધુ વોટ મેળવવા માટે 19 એપ્રિલે સેલ્ફી હરીફાઈ શરૂ કરવામાં આવી છે. તે સેલ્ફી પર મળેલી લાઈક્સના આધારે વિજેતા નક્કી કરવામાં આવશે. સેલ્ફી પરની લાઈક્સ 19 એપ્રિલે રાત્રે 8:00 વાગ્યે ગણવામાં આવશે. વિજેતાનું નામ સોશિયલ મીડિયા પર જ જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સેલ્ફી કોન્ટેસ્ટમાં જે સેલ્ફીને સૌથી વધુ લાઈક્સ મળશે તેને રોકડ ઈનામ આપવામાં આવશે. પ્રથમ ઇનામ તરીકે રૂ. 10,000, દ્વિતીય ઇનામ તરીકે રૂ. 5,000 અને તૃતીય ઇનામ તરીકે રૂ. 3,000 આપવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
