પતિ-પત્નીએ ફ્લેટમાં જ 5 કરોડ રૂપિયાની નકલી નોટો છાપી
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં એક ઘરમાં નકલી નોટો છાપવાનો ખુલાસો થયો છે. પોલીસે છાપો મારીને અહીં 5 કરોડ રૂપિયાની 2000-2000 નોટો સાથે બે લોકોની ધરપકડ કરી છે.
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં એક ઘરમાં નકલી નોટો છાપવાનો ખુલાસો થયો છે. પોલીસે છાપો મારીને અહીં 5 કરોડ રૂપિયાની 2000-2000 નોટો સાથે બે લોકોની ધરપકડ કરી છે. આરોપીઓ મોટી મોટી કંપનીઓના સીએસઆર ઘ્વારા કરોડો રૂપિયાનું ડોનેશન તેમના એનજીઓને મળવાની વાત કહીને લોકોં સાથે ઠગાઈ કરતા હતા.

નકલી નોટો છાપવાનો વેપાર
મળતી જાણકારી અનુસાર રાયપુરના ન્યુ રાજેન્દ્ર નગર સ્થિત અમ્લીદીહમાં નકલી નોટ છાપવાનો ખુલાસો થયો છે. પોલીસે છાપો મારવા દરમિયાન આરોપીઓ પાસેથી 5 કરોડ રૂપિયાની નકલી નોટો સહીત કેટલીક પ્રિન્ટેડ શીટ અને કલર પ્રિન્ટ લેપટોપ, 2 મોબાઈલ, 1 કાર અને 25 હજાર રૂપિયાની અસલી રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. પોલીસ ઘ્વારા મળેલી જાણકારી અનુસાર બંને આરોપીઓ નિખિલ કુમાર સિંહ અને પૂનમ અગ્રવાલ ઘણા દિવસથી રાયપુરના અમલીદાહમાં એક ફ્લેટ ભાડે લઈને નકલી નોટો છાપવાનો વેપાર કરી રહ્યા છે.

મોટી મલ્ટીનેશનલ કંપનીઓમાં ઠગાઈ કરીને પૈસા લેતા
બંને ઘણી મોટી મલ્ટીનેશનલ કંપનીઓમાં ઠગાઈ કરીને પૈસા લેતા હતા. અત્યારસુધીમાં ત્રણ કંપનીઓ પાસેથી 65 લાખ રૂપિયા લઇ ચુક્યા છે. લોકોને તેમના એનજીઓને મળી રહેલા કરોડો રૂપિયાના ડૉનેશનનો ભરોષો અપાવવા માટે તેઓ છાપીને રાખેલી નકલી નોટો બતાવતા હતા. નકલી નોટોનો વીડિયો બતાવીને લોકો સાથે ઠગાઈ કરતા હતા.
|
પોતાની પત્ની સાથે મળીને આ કામ શરુ કર્યું
આરોપી નિખિલ કુમાર સિંહ પટના બિહારનો રહેવાસી છે, જે રાયપુરમાં પીરારી સોલ્યૂશન પ્રાઇવેટ લિમિટેડ નામથી આઈસીઆઈસીઆઈ બેન્કના સીએસપી સેન્ટરની ફ્રેન્ચાઇઝી લઇ રાખી હતી. આ પહેલા તે દિલ્હીમાં યુપીએસસી માટે તૈયારી કરી રહ્યો હતો, જેમાં તે સફળ નહીં થઇ શક્યો. દિલ્હીમાં તેને પોતાના એક મિત્ર ઘ્વારા આ પ્રકારના કામની જાણકારી મળી, જેના પર તેને પોતાની પત્ની સાથે મળીને આ કામ શરુ કર્યું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
