બિલ્કીસ બાનો કેસને લઈને સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રાહુલ ગાંધીના બીજેપી પર આકરા પ્રકાર, અપરાધીઓની સરક્ષક ગણાવી
બિલ્કીસ બાનો કેસમાંં નરાધમ આરોપીઓને લઈને સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને બીજેપીને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે તમામ નરાધમોની સજામાફી રદ કરી દીધી છે.
21 વર્ષથી વધુ જૂના આ કેસમાં સર્વોચ્ચ અદાલતે ગુનેગારોને વહેલી મુક્તિ આપવાના નિર્ણયને રદ કર્યો છે. ગયા વર્ષે 15 ઓગસ્ટે ગુજરાત સરકારે તમામ 11 દોષિતોને સમય પહેલા મુક્ત કર્યા હતા.

સુપ્રીમ કોર્ટે 11 દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો છે અને તેમને બે અઠવાડિયામાં ફરીથી આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. આ તમામ દોષિતો ગુજરાતના ગોધરામાં કોમી હિંસા દરમિયાન બિલકીસ બાનો નામની મહિલા પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના 7 લોકોની હત્યાના કેસમાં સજા ભોગવી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટના નિર્ણય પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની પ્રતિક્રિયા આવી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ભાજપ પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ચૂંટણીના ફાયદા માટે ન્યાયની હત્યા કરવાની વૃત્તિ લોકશાહી પ્રણાલી માટે ખતરનાક છે.
આજે સુપ્રીમ કોર્ટના નિર્ણયે દેશને ફરી એકવાર કહ્યું છે કે, ગુનેગારો વિરૂદ્ધ બિલ્કીસ બાનોનો અથાક સંઘર્ષ અહંકારી ભાજપ સરકાર સામે ન્યાયની જીતનું પ્રતિક છે.
પ્રિયંકા ગાંધીએ લખ્યું કે, આખરે ન્યાયનો વિજય થયો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણો દરમિયાન ગેંગરેપનો ભોગ બનેલી આરોપી બિલ્કીસ બાનોની મુક્તિ રદ કરી દીધી છે.આ આદેશ સાથે ભારતીય જનતા પાર્ટીની મહિલા વિરોધી નીતિઓ પરનો પડદો હટી ગયો છે. આ આદેશ બાદ ન્યાય વ્યવસ્થામાં જનતાનો વિશ્વાસ વધુ મજબૂત થશે. બહાદુરીપૂર્વક લડત ચાલુ રાખવા બદલ બિલ્કીસ બાનોને અભિનંદન.












Click it and Unblock the Notifications
