Rahul Gandhi On Kangana Ranaut : ખેતી કાયદાને લઈને કંગનાના નિવેદન પર નરેન્દ્ર મોદી માફી માંગે-રાહુલ ગાંધી
Rahul Gandhi On Kangana Ranaut : ખેડૂત વિરોધી પાર્ટી હોવાના આરોપોનો સામનો કરી રહેલી બીજેપી માટે કંગના રનૌતે મુશ્કેલી વધારી છે. કંગના રનૌતે ખેતી કાયદા પાછા લાવવાની વાત કરીને વિવાદ છેડ્યો છે.
પોતાના બકવાસ નિવેદનો માટે ફેમસ કંગના રનૌત સતત બીજેપી માટે મુશ્કેલી વધારનારા નિવેદનો આપી રહી છે. હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા પણ કંગનાએ કઈંક આવુ જ કર્યુ છે.

હાલમાં જ કંગના રનૌતે કહ્યું હતું કે ત્રણ કૃષિ કાયદા પાછા લાવવા જોઈએ અને ખેડૂતોએ પોતે જ તેની માંગ કરવી જોઈએ. કંગનના આ નિવેદનનો ભાજપની સહયોગી પાર્ટીઓ વિરોધ કરી રહી છે. બીજી તરફ હવે રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પાસે માફીની માંગણી કરી છે.
કંગના રનૌતના નિવેદન પર રાહુલ ગાંધીએ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સરકારની નીતિ કોણ નક્કી કરી રહ્યું છે? ભાજપના સાંસદ કે વડાપ્રધાન મોદી?
રાહુલ ગાંધીએ કહ્યું કે, 700થી વધુ ખેડૂતોની શહાદત પછી પણ હરિયાણા અને પંજાબના ખેડૂતોથી ભાજપના લોકો સંતુષ્ટ નથી. ઈન્ડિયા ગઠબંધન અમારા અન્નદાતા વિરુદ્ધ બીજેપીનું એકપણ ષડયંત્ર સફળ નહીં થવા દે. જો ખેડૂતોને નુકસાન પહોંચાડવા માટે કોઈ પગલું લેવામાં આવશે તો મોદીજીએ ફરીથી માફી માંગવી પડશે.
બીજી તરફ કંગનાના નિવેદનને લઈને બીજેપીએ હાથ ખંખેરી લીધા છે. બીજેપીએ કહ્યું કે, આ તેનું અંગત નિવેદન છે અને પાર્ટીને તેની સાથે કોઈ લેવાદેવા નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
