Punjab News : પંજાબના લોકોને CM માને આપી રાહત, 5 જુલાઈથી બંધ થશે ટોલ પ્લાઝા

Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે. પંજાબ સરકાર વાહન વ્યવહાર ક્ષેત્રે ઘણી સારી કામગીરી કરી રહી છે.

પંજાબના બાઘાપુરાના મતવિસ્તારના ધારાસભ્ય અમૃતપાલ સિંહ સુખાનંદે એક મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. અમૃતપાલ સિંહ સુખાનંદે કહ્યું કે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માન પીડી અગ્રવાલ ટોલ પ્લાઝાને બંધ કરાવવા માટે 5 જુલાઈના રોજ સવારે 10 કલાકે મોગા કોટકપુરા રોડ નજીક ચાંદ પુરાણ પહોંચશે.

Punjab News

ધારાસભ્ય અમૃતપાલ સિંહ સુખાનંદે જણાવ્યું હતું કે, પહેલા આ ટોલ પ્લાઝા 21 જુલાઈ, 2023ના રોજ બંધ થવાનો હતો, પરંતુ હવે તે 5 જુલાઈના રોજ જ બંધ થશે. કારણ કે, કંપનીના પૈસા પહેલેથી જ પૂરા થઈ ગયા છે.

ધારાસભ્ય સુખાનંદે જણાવ્યું હતું કે, ટોલ પ્લાઝાના કારણે લોકોને એક તરફ રોડ ટેક્સ અને બીજી તરફ ટોલ ટેક્સ ભરવો પડતો હતો, જેનો બોજ વાહન ચાલકો પર પડે છે. અમૃતપાલ સિંહ સુખાનંદે જણાવ્યું હતું કે, ભગવંત સિંહ માન પંજાબમાં વધુ ટોલ પ્લાઝા બંધ કરાવીને પંજાબના લોકોને મોટી સુવિધા આપી છે.

ટોલ પ્લાઝા પરથી પસાર થતી વખતે વાહનચાલકોને લાંબી કતારોમાં ઉભા રહેવું પડતું હતું અને સમયનો વેડફાટ થતો હતો, તેમજ ઇમરજન્સી વાહનો પર પણ ભારે બોજ પડી રહ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X