Punjab News : મનરેગા કર્મચારીઓના પક્ષમાં પંજાબ સરકારે લીધો મોટો નિર્ણય
Punjab News : પંજાબની ભગવંત માન સરકાર મનરેગા હેઠળ કામ કરતા કર્મચારીઓને વિશેષ સુવિધા આપવા જઈ રહી છે. ગ્રામીણ વિકાસ અને પંચાયત મંત્રી લાલજીત સિંહ ભુલ્લરે આ અંગે માહિતી આપી છે.
પંજાબના CM ભગવંત માને જણાવ્યું હતું કે, મનરેગા હેઠળ કામ કરતા કર્મચારીઓને કર્મચારી રાજ્ય વીમાના દાયરામાં લાવવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગ્રામીણ વિકાસ અને પંચાયત મંત્રી લાલજીત સિંહ ભુલ્લર ગુરુવારના રોજ મનરેગા કર્મચારી યુનિયનના નેતાઓ સાથે બેઠક કરી રહ્યા હતા. આ દરમિયાન સભાને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, ભગવંત માન સરકાર મનરેગા હેઠળ કામ કરતા કર્મચારીઓના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે.
આ બેઠકમાં બોલતા સમયે મંત્રી ભુલ્લરે જણાવ્યું હતું કે, ગત વર્ષ દરમિયાન પંજાબ રાજ્ય દ્વારા મનરેગા હેઠળ કામ કરતા કર્મચારીઓના અથાક પ્રયાસોને કારણે સમગ્ર દેશમાં મનરેગા યોજનાના અમલીકરણમાં રાજ્યની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે.
મીડિયા અહેવાલો અનુસાર, મનરેગા કર્મચારી સંઘે અધિકારીઓની ફરિયાદ ગ્રામીણ વિકાસ અને પંચાયત મંત્રી લાલજીત સિંહ ભુલ્લરને કરી હતી. જેના પર તેમણે અધિકારીઓને સૂચના આપી હતી કે, જે અધિકારી-કર્મચારીઓ આદેશનું પાલન ન કરતા હોય તેઓને મનરેગા યોજના હેઠળ નોકરી પર રાખવામાં આવેલા કર્મચારીઓની કોન્ટ્રાક્ટની મુદતમાં એક વર્ષનો વધારો કરવા અંગેનો પત્ર આપવામાં આવે.
આ સાથે ગ્રામીણ વિકાસ અને પંચાયત મંત્રીએ મનરેગાના એવા કર્મચારીઓની તપાસના આદેશ પણ આપ્યા છે, જેમને તેમના લક્ષ્યાંક પૂરા ન કરવા બદલ કાઢી મૂકવામાં આવ્યા છે. ગ્રામ વિકાસ અને પંચાયત મંત્રીએ મનરેગામાં સ્ટાફની અછતને દૂર કરવા માટે યોગ્ય તાલીમ આપવાનો આદેશ પણ આપ્યો હતો. તેમજ સોશિયલ ઓડિટ કરતી ટીમોને યોગ્ય તાલીમ આપવા આદેશ કર્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
