Punjab News: ડ્રગ્સ વિરુદ્ધ પોલીસના અભિયાનને 5 મહિના પૂરા, 20 હજારથી વધુ આરોપીઓની ધરપકડ
Punjab News: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં પંજાબ પોલીસ 15 મહિનાથી ડ્રગ સ્મગલર્સ (પેડલર્સ) પર કાર્યવાહી કરવાનો પ્રયાસ કરી રહી છે. પંજાબ પોલીસના આઈજી (હેડક્વાર્ટર) સુખચૈન સિંઘ ગિલે જણાવ્યું હતું કે, ડ્રગ્સના દૂષણ સામે રાજ્ય પોલીસની ઝુંબેશને 15 મહિના પૂર્ણ થયા છે.
આ સમયગાળા દરમિયાન, 20,979 ડ્રગ દાણચોરોની ધરપકડ કરવામાં આવી હતી અને ગયા વર્ષે 5 જુલાઈથી 15,434 ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ્સ (FIR) નોંધવામાં આવ્યા હતા.

પંજાબ પોલીસે જણાવ્યું હતું કે, એક તરફ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવીને તેમનું નેટવર્ક નષ્ટ કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ આ કાળા નાણાથી બનેલી તેમની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 111 મોટા ડ્રગ્સ સ્મગલર્સ પાસેથી રૂપિયા 88.3 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે, જ્યારે 59 કેસમાં રૂપિયા 31 કરોડની સંપત્તિ જપ્ત કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
પંજાબ પોલીસના આઈજી (મુખ્ય મથક) સુખચૈન સિંહ ગિલે માહિતી આપી હતી કે, પંજાબ પોલીસે સમગ્ર રાજ્યમાંથી 1,510.55 કિલો હેરોઈન ઝડપી લીધું છે, અને ડ્રગના હાઇ રિસ્ક વિસ્તારોમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
પંજાબ પોલીસની ટીમોએ ગુજરાત અને મહારાષ્ટ્રના બંદરો પરથી 147.5 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું, જેનાથી માત્ર 15 મહિનામાં હેરોઈનની કુલ અસરકારક રિકવરી 1,658.05 કિલો થઈ ગઈ હતી.
આઇજીપીએ જણાવ્યું હતું કે, હેરોઇન ઉપરાંત, પંજાબ પોલીસે સમગ્ર રાજ્યમાંથી 924.29 કિલો અફીણ, 986 કિલો ગાંજા, 470.91 ક્વિન્ટલ ખસખસ અને 92.03 લાખ ગોળીઓ, કેપ્સ્યુલ્સ, ઇન્જેક્શન અને ફાર્મા ઓપીઓઇડ્સની શીશીઓ પણ જપ્ત કરી છે.
IGP એ જણાવ્યું હતું કે પોલીસે છેલ્લા 15 મહિનામાં ડ્રગ્સ સ્મગલરો પાસેથી 15.81 કરોડ રૂપિયાની રોકડ પણ રિકવર કરી છે.
નોંધનીય બાબત છે કે, આ ઓપરેશન અંતર્ગત પોલીસે 15 મહિનામાં 111 તસ્કરોની 88.3 કરોડની સંપત્તિ પણ જપ્ત કરી છે. સૌથી વધુ રકમ જલંધર (ગ્રામીણ) જિલ્લામાં જપ્ત કરવામાં આવી હતી, જ્યાં રૂપિયા 40.3 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી, ત્યારબાદ તરનતારન જિલ્લો આવે છે, જ્યાં રૂપિયા 12.06 કરોડની સંપત્તિ પોલીસ કસ્ટડીમાં લેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આઈજીપીના જણાવ્યા અનુસાર, એન્ટી-નાર્કોટિક્સ ક્રેકડાઉન સિવાય, AAP સરકાર સત્તામાં આવી ત્યારથી, પોલીસે 197 આતંકવાદીઓ અથવા કટ્ટરપંથીઓની ધરપકડ સાથે 31 આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
