Punjab News : પરમજીતને રમતગમત વિભાગમાં મળી નોકરી, CM ભગવંત માને સોંપ્યો નિમણૂક પત્ર

Punjab News : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પરમજીત કુમારને રમતગમત વિભાગમાં નોકરી આપી છે. ભગવંત માને તેમને નિમણૂક પત્ર સોંપ્યો છે.

Punjab News : પંજાબની ભગવંત માન સરકાર રમતગમતને સતત પ્રત્સાહન આપી રહી છે. મંડીમાં બારદાન ઉપાડીને પોતાનું ગુજરાન ચલાવતા પરમજીતની મહેનત અને નસીબ ફળી ગયું છે. મુખ્યમંત્રી ભગવંત માને પરમજીતને રમતગમત વિભાગમાં નોકરી આપી છે. મુખ્યમંત્રી માને તેમને નિમણૂક પત્ર સોંપ્યો છે.

Punjab News

ઉલ્લેખનીય છે કે, પરમજીત રાષ્ટ્રીય ખેલાડી છે. હાલમાં જ પરમજીતનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે બજારમાં બારદાનની થેલીઓ ઉપાડતો જોવા મળી રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભગવંત માને વીડિયો વાયરલ થયા બાદ પરમજીત કુમારને મળ્યા હતા અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે તેમને હોકી કોચ બનાવ્યા હતા. પરમજીત કુમારને તેમના પરિવારને સહાય આપવા માટે પલ્લાદારી તરીકે કામ કરવાની ફરજ પડી હતી.

અત્રે નોંધનીય છે કે, પરમજીત કુમાર બોરી લોડ કરવા અને ઉતારવા માટે 1.25 રૂપિયા મળતા હતા. પરમજીત દરરોજ 450 બારદાન ઉપાડતા હતા.

વર્ષ 2004માં પરમજીતને NIS, પટિયાલા ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI)ના પ્રશિક્ષણ કેન્દ્ર માટે અને ફરીથી 2007માં NIS, પટિયાલા ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોકી માટે પસંદ કરવામાં આવ્યા હતા. પરમજીત અંડર-16 અને અંડર-18 હોકી નેશનલ્સમાં SAIની સંયુક્ત ટીમનો ભાગ રહ્યા હતા, જ્યાં ટીમે આંધ્ર પ્રદેશના ગુંટુરમાં અંડર-16 નેશનલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X