Punjab News : હવે શિક્ષણ વિભાગની ઓફિસો શનિ-રવિ પણ ખુલી રહેશે, માન સરકારે કર્યો આદેશ

Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે. પંજાબ સરકાર શિક્ષણ ક્ષેત્રે ઘણી સારી કામગીરી કરી રહી છે.

પંજાબના શિક્ષણ વિભાગ દ્વારા કામકાજના દિવસો અંગે નવા આદેશ જાહેર કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, 5 સપ્ટેમ્બરના રોજ યોજાનારા રાજ્ય શિક્ષક પુરસ્કારની તૈયારીઓ પૂર્ણ કરવા માટે શિક્ષણ વિભાગની કચેરીઓ સામાન્ય દિવસોની જેમ 2જી અને 3જી સપ્ટેમ્બર એટલે કે શનિવાર અને રવિવારના રોજ ખુલી રાખવામાં આવશે.

Punjab News

ઉલ્લેખનીય છે કે, શનિવાર અને રવિવારના રોજ સરકારી અને મોટાભાગની ખાનગી કચેરીઓમાં રજા હોય છે, પરંતુ આ વખતે શિક્ષણ વિભાગના કર્મચારીઓએ આવવું પડશે.

ઉલ્લેખનીય છે કે, આ વખતે શિક્ષક દિવસના અવસર પર ભારત સરકાર સમગ્ર દેશના 50 શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવા જઈ રહી છે. 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન નિમિત્તે દેશભરના શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવે છે.

આવા શિક્ષકો જેમના ઉત્કૃષ્ટ યોગદાનથી અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય બદલાઈ ગયું છે. આ વખતે ભારત સરકાર દ્વારા આપવામાં આવતા રાષ્ટ્રીય પુરસ્કાર માટે લુધિયાણાના એક શિક્ષકનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમને ભારત સરકાર રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરશે.

ઉલ્લેખનીય છે કે, ભારતના પ્રથમ ઉપ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાક્રિષ્નનો જન્મ દિવસ પાંચ સપ્ટેમ્બરના રોજ યોજાય છે. આ દિવસને સમગ્ર દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X