Punjab News : માન સરકારના મંત્રી કરશે 3 રસ્તાઓના વિશેષ સમારકામનું ઉદ્ઘાટન
Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે. પંજાબ સરકાર કાનુન વ્યવસ્થા જાળવી રાખવા માટે માર્ગ અને પરિવહન ક્ષેત્રે પણ ઘણી સારી કામગીરી કરી રહી છે.
પંજાબના રસ્તાઓને મજબુત બનાવવાનું મિશન મન સરકાર દ્વારા ચાલુ છે. વીજળી અને જાહેર બાંધકામ મંત્રી હરભજન સિંહ ETO જિલ્લા માણસાની મુલાકાત લેશે.

આ દરમિયાન તેઓ માણસાના હળકા સરદુલગઢમાં ત્રણ મહત્વના રસ્તાઓના ખાસ સમારકામનું ઉદ્ઘાટન કરશે. કુલ 35 કિલોમીટરની લંબાઈ ધરાવતા આ રસ્તાઓ અંદાજે 23 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
