Punjab News: 5994 શિક્ષક ભરતી કેસમાં વહેલી તકે નિર્ણય લેવા માટે માન સરકારે હાઈકોર્ટમાં કરી અપીલ
Punjab News: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સરકારે ગુરુવારના રોજ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં 5994 શિક્ષકોની ભરતી સંબંધિત કેસની સુનાવણી દરમિયાન, ભરતી પ્રક્રિયા જલ્દી પૂર્ણ કરવા માટે આ મામલે ઝડપથી નિર્ણય કરવા કોર્ટને અપીલ કરી હતી.
આ મામલે માહિતી આપતા પંજાબ સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 5994 શિક્ષકોની ભરતી સંબંધિત મામલો જસ્ટિસ દીપક સિબ્બલ અને જસ્ટિસ સુખવિંદર કૌરની આગેવાની હેઠળની ડબલ બેચ સમક્ષ સુનાવણી માટે લાવવામાં આવ્યો હતો.

સુનાવણી દરમિયાન પંજાબ સરકાર વતી વરિષ્ઠ ડેપ્યુટી એડવોકેટ જનરલ રમનદીપ સિંહ પંઢેર હાજર થયા હતા. તેમણે કોર્ટને આ ભરતી પ્રક્રિયા જલ્દી પૂર્ણ કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, પંજાબ સરકાર માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે, આનાથી રાજ્યની જે તે શાળાઓમાં શિક્ષકોની ઘટ પુરી કરવામાં મદદ મળશે. જ્યાં હાલ માત્ર એક જ શિક્ષક શાળા ચલાવી રહ્યા છે.
તેમણે એવી પણ વિનંતી કરી હતી કે, આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી હેઠળ છે. જો તેનો નિર્ણય જલ્દી ન આવે, તો નામદાર હાઈકોર્ટે આ અંગે વચગાળાનો નિર્ણય આપવો જોઈએ. જેથી આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી શકાય. તેમણે કોર્ટને આ કેસની આગામી સુનાવણી વહેલી તકે નક્કી કરવા વિનંતી કરી હતી. જેને સ્વીકારીને કોર્ટે આ કેસની આગામી સુનાવણી 12 ડિસેમ્બર, 2023ના રોજ નક્કી કરી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના શાળા શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સ પણ આ ભરતી પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે પૂરા પ્રયાસ કરી રહ્યા છે. કોર્ટમાં આ બાબતના ઝડપી નિકાલ માટે તેમના તરફથી એડવોકેટ જનરલ બ્રાન્ચ સાથે સતત બેઠકો ચાલી રહી છે.
આ મામલાને લગતા કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટની બંધારણીય બેચ દ્વારા 27 જુલાઈ, 2023ના રોજ પૂર્ણ કરવામાં આવી હતી અને નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો.
હરજોત સિંહ બેન્સે શિક્ષણ વિભાગના અધિકારીઓને સૂચના આપી છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય સંભળાવતાની સાથે જ આ મામલાના નિરાકરણ માટે સીએમ અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવે, જેથી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં કોઈ અડચણ ન આવે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
