Punjab News: આરોગ્ય મંત્રી બલબીર સિંહની નવી પહેલ, અધિકારીઓ લેશે હોસ્પિટલોની મુલાકાત
Punjab News: જ્યારથી પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે.
આરોગ્ય ક્ષેત્રે પંજાબ સરકાર સતત ઉમદા કાર્ય કરી રહી છે. જેમાં તેમણે નવા આમ આદમી ક્લિનિક અને મહોલ્લા ક્લિનિક બનાવવામાં આવી રહ્યા છે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નિર્દેશ પર આરોગ્ય મંત્રી ડૉ. બલબીર સિંહની આગેવાની હેઠળ આરોગ્ય વિભાગના અધિકારીઓ બે દિવસ માટે અલગ-અલગ હોસ્પિટલોની મુલાકાત લેશે.
ડૉ. બલબીર સિંહ 27 જૂનના રોજ ઘનોર, પટિયાલા, નાભા, ધૂરી, સંગરૂર, બરનાલા અને 28 જૂનના રોજ ભટિંડા, ગોનિયાના, શ્રી મુક્તસર સાહિબ, ફરીદકોટ, રાયકોટ અને લુધિયાણાની મુલાકાત લેશે.
ડૉ. બલબીર સિંહ હોસ્પિટલોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનના ચાલી રહેલા કામોની સમીક્ષા કરશે અને હોસ્પિટલના દર્દીઓને અનુકૂળ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય હશે.












Click it and Unblock the Notifications
