Punjab News : સરકારી અધિકારીઓના પોસ્ટિંગ અને ટ્રાન્સફર માટે સમય મર્યાદામાં વધારો
Punjab News : જ્યારથી પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે.
પંજાબ સરકાર દ્વારા રાજ્યમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની સામાન્ય પોસ્ટિંગ અને ટ્રાન્સફર માટે સમય મર્યાદા લંબાવી છે.

સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની બદલી માટેની સમય મર્યાદા, જે 15 જૂન સુધી રાખવામાં આવી હતી, તે હવે 30 જૂન સુધી લંબાવવામાં આવી છે.
આથી 30 જૂન બાદ બદલીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. કારણ કે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનું માનવું છે કે, વિભાગોમાં વારંવાર બદલીઓ થવી જોઈએ નહીં. કારણ કે, આનાથી સરકારી કામકાજ પર ખરાબ અસર પડે છે. જો આખા વર્ષ દરમિયાન બદલીઓ થતી રહે તો તેની અસર સરકારના કામ પર પડે છે.
ઉલ્લેખનીય છે કે, પંજાબમાં અધિકારીઓ અને કર્મચારીઓની બદલીનો સમય 15 જૂનના રોજ પૂરો થઈ રહ્યો છે. જલંધર પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને, પંજાબ સરકારે રાજ્યમાં અધિકારીઓ અને કર્મચારીઓની બદલી માટેનો સમય 15 જૂન સુધી લંબાવ્યો હતો, જે હવે 30 જૂન સુધી લંબાવવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
