Punjab News: CM ભગવંત માને પાઠવી તેમની પત્નીને જન્મદિવસની શુભકામનાઓ, લખ્યો ખાસ સંદેશ
Punjab News: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પત્ની ડૉ. ગુરપ્રીત કૌર માનનો આજે જન્મદિવસ છે. મુખ્યમંત્રીએ તેમના સોશિયલ મડિયા હેન્ડલ પર એક વિશેષ સંદેશ લખીને તેમના પત્ની ડૉ. ગુરપ્રીત માનને તેમના જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા છે.
મેસેજની સાથે તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પત્ની સાથેની એક તસવીર પણ પોસ્ટ કરી છે, જેમાં બંને સાથે જોવા મળી રહ્યા છે. પોતાની પત્નીની તસવીર પોસ્ટ કરતા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને લખ્યું હતું કે, મારા જીવન સાથી ડૉ. ગુરપ્રીત કૌરને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, હું તેમના સારા સ્વાસ્થ્ય અને ખુશી માટે ભગવાનને પ્રાર્થના કરું છું.

ઉલ્લેખનીય છે કે, ડૉક્ટર ગુરપ્રીત કૌર હરિયાણાના પેહોવાના રહેવાસી છે. તેમના પરિવારમાં ત્રણ બહેનો છે. 2019માં જ્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પંજાબની સંગરુર સીટથી લોકસભાના સાંસદ હતા, ત્યારે તેઓ ગુરપ્રીત કૌરને મળ્યા હતા.
મુખ્યમંત્રી બન્યા બાદ ગુરપ્રીત કૌરે ભગવંત માનના ઘણા ખાસ કાર્યક્રમોમાં હાજરી આપવાનું ચાલુ રાખ્યું હતું. મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ વખતે ડૉ. ગુરપ્રીત કૌર પણ ત્યાં હાજર હતા.
ભગવંત માને ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ડૉ. ગુરપ્રીત કૌર સાથે લગ્ન કર્યા હતા અને લોકોમાં તેમના લગ્નની ખૂબ ચર્ચા થઈ હતી.
મુખ્યમંત્રી ભગવંત માન આ પહેલા પણ ઘણી વખત તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની પત્ની સાથેની તસવીરો શેર કરતા રહ્યા છે.
ਮੇਰੀ ਹਮਸਫਰ ਡਾ. ਗੁਰਪੑੀਤ ਕੌਰ ਨੂੰ ਜਨਮ ਦਿਨ ਦੀਆਂ ਬਹੁਤ ਬਹੁਤ ਵਧਾਈਆਂ ..ਤੰਦਰੁਸਤੀ ਅਤੇ ਖੁਸ਼ੀਆਂ ਦੀ ਵਾਹਿਗੁਰੂ ਅੱਗੇ ਅਰਦਾਸ ਕਰਦਾ ਹਾਂ.. pic.twitter.com/FBjCYWqC73
— Bhagwant Mann (@BhagwantMann) November 28, 2023
-
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
