Punjab News : CM ભગવંત માન જલંધર સર્કિટ હાઉસમાં યોજશે કેબિનેટની બેઠક
Punjab News : જલંધર લોકસભાની પેટાચૂંટણીમાં મળેલી ઐતિહાસિક જીત બાદ પંજાબ મુખ્યમંત્રી ભગવંત માને કેબિનટની બેઠક જલંધરમાં યોજી છે. 17 મેના રોજ યોજાનારી આ કેબિનેટની બેઠક જલંધરના સર્કિટ હાઉસમાં થશે.
ઉલ્લેખનીય છે કે, ગત કેબિનેટ બેઠક લુધિયાણાના સર્કિટ હાઉસમાં યોજાઇ હતી. મુખ્યમંત્રી ભગવંત માને જાહેર કર્યું હતું કે, સરકાર પોતાના કાર્યક્રમો દ્વારા કેબિનેટની બેઠકો ચંદીગઢ સાથે સાથે અન્ય શહેરોમાં પણ યોજશે.

પંજાબના મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, 17 મેના રોજ યોજાનારી કેબિનેટની બેઠક જલંધરના સર્કિટ હાઉસમાં યોજાશે. જેમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવશે અને પેન્ડિંગ મુખ્ય નિર્ણયો પણ ઉકેલવામાં આવશે.
આ બેઠકમાં જલંધર સંબંધિત વિકાસ કાર્યોનું પણ સમાધાન કરવામાં આવશે. 17 મેના રોજ આ બેઠક સવારે 10:30 કલાકે યોજાશે.












Click it and Unblock the Notifications
