Punjab News: સ્કૂલ ઓફ એમિનન્સના બાળકોને મળ્યો સ્કૂલ ડ્રેસ, મંત્રી હરજોત સિંહે કહી આ વાત
Punjab News: વિદ્યાર્થીઓને પંજાબની ભગવંત માન સરકાર દ્વારા સ્કૂલ ઓફ એમિનન્સ સ્કૂલ માટે તૈયાર કરવામાં આવેલા નવો ગણવેશ મળ્યો છે. વિદ્યાર્થીઓ પહેલીવાર ડ્રેસ પહેરીને શાળામાં આવ્યા છે. પંજાબ શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ડ્રેસ આપવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, પંજાબ શિક્ષણ વિભાગ દ્વારા પંજાબની ખાનગી શાળાઓની તર્જ પર 118 પ્રતિષ્ઠિત શાળાઓમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ માટે ડ્રેસ ડિઝાઇન કર્યા છે. આ કપડાં NIFT બેંગ્લોર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે, અને વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા છે.

પંજાબના શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સે પોતે ડ્રેસમાં બાળકોના ફોટો સાથે સોશિયલ મીડિયા પર આ વાતની પુષ્ટિ કરી છે. શિક્ષણ મંત્રી હરજોત સિંહે જણાવ્યું હતું કે, પંજાબમાં શિક્ષણ ક્રાંતિ ચાલી રહી છે, તેના અંતર્ગત બધું થઈ રહ્યું છે.
અત્રે નોંધનીય છે કે, પંજાબ સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં 118 પ્રતિષ્ઠિત શાળાઓની સ્થાપના કરવામાં આવી છે. જ્યાં ખાનગી શાળાઓની તર્જ પર અત્યંત આધુનિક રીતે વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આની પાછળનો પ્રયાસ શાળાઓમાંથી સારા બિઝનેસ એન્ટરપ્રિન્યોર, એડવોકેટ અને ઓફિસર પેદા કરવાનો છે.












Click it and Unblock the Notifications
