Punjab News: પંજાબ સરકારની મોટી ઉપલબ્ધી, 753 મોટા પેડલરની ધરપકડ
Punjab News: પંજાબ પોલીસના ડ્રગ તરસ્કર એટલે કે પેડલર્સ સામે સતત કડક કાર્યવાહી કરી રહી છે. પોલીસે અત્યાર સુધી 66 તરસ્કરોની 26.32 કરોડની સંપત્તિ અટેચ કરી ચુક્યા છે. આ સાથે કાર્યવાહી સતત ચાલી રહી છે. પંજાબની માન સરકાર કાયદા અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સતત કામ કરી રહ્યું છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ખુલાસો કરતા જણાવ્યું હતું કે, પંજાબના ગેંગસ્ટર્સને કાબુ કરવા માટે એક એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જેની અધ્યક્ષતા ડીજીપી સ્તરના અધિકારીઓ કરી રહ્યા છે.

અત્યાર સુધીમાં 753 ખતરનાક ગુંડાઓની ધરપકડ કરવામાં આવી છે, અને હથિયારો અને વાહનોનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આ અભિયાન આગળ પણ ચાલુ રહેશે.
16 માર્ચ, 2022ના રોજ રાજ્યમાં તેમની સરકાર સત્તામાં આવતાની સાથે જ ડ્રગ સ્મગલરો અને ગેંગસ્ટર્સ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 23518 ડ્રગ પેડલરની ધરપકડ કરવામાં આવી છે.
17623 FIR નોંધવામાં આવી છે, 1627 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. જ્યારે દાણચોરો પાસેથી ડ્રગ મની તરીકે 13.29 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. મોટી માત્રામાં હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ કોઈપણ રીતે પરિસ્થિતિનો સામનો કરવા સક્ષમ છે.
પંજાબ સરકારની ઉપલ્બ્ધીઓ - રાજ્યના લોકોને દર મહિને 300 યુનિટ મફત વીજળીની સુવિધા આપવામાં આવી રહી છે, અને 90 ટકા લોકોને ઝીરો બિલ મળી રહ્યું છે. રાજ્યના 31000થી વધુ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવી છે.
12000 થી વધુ કાચા શિક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી, જેથી યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત બનાવી શકાય. ખેડૂતોના કલ્યાણ માટે લેવાયેલા પગલાંનો ઉલ્લેખ કરતાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, સહકારી સુગર મિલ દ્વારા શેરડી ઉત્પાદકોના તમામ લેણાં ચૂકવવામાં આવ્યા હોય, તેવું પ્રથમ વખત બન્યું છે.












Click it and Unblock the Notifications
