Punjab News : ડ્રગ્સ સામે માન સરકારની લાલ આંખ, હેરોઈન સપ્લાય કરતા યુવકની ધરપકડ કરાઇ
Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે. પંજાબ સરકાર કાયદો અને વ્યવસ્થા બાબતે ઘણી સારી કામગીરી કરી રહી છે.
CIA સ્ટાફ દ્વારા ભાંગડા જૂથના એક સભ્યની ધરપકડ કરવામાં આવી છે, જે હેરોઈન સપ્લાય કરવા ફિરોઝપુરથી જલંધર આવ્યો હતો. આરોપી પાસેથી 200 ગ્રામ હેરોઈન મળી આવ્યું છે.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ હેરોઈન ફિરોઝપુરના પ્રખ્યાત દાણચોર મદન મદ્દી દ્વારા સપ્લાય માટે મોકલવામાં આવ્યું હતું, જે ફિરોઝપુર બોર્ડર દ્વારા પાકિસ્તાનથી હેરોઈનની આયાત કરે છે.
સીઆઈએ સ્ટાફ ઈન્ચાર્જ ઈન્દરજીત સિંહે જણાવ્યું હતું કે, ધરપકડ કરવામાં આવેલા આરોપીની ઓળખ શામ પુત્ર રોશન તરીકે થઈ છે, જે કર્ણમ કોલોની ફિરોઝપુરના રહેવાસી છે. તેમણે જણાવ્યું હતું કે, તેમની ટીમે વડાલા ચોકમાં છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન પગપાળા આવી રહેલા યુવકે પોલીસને જોઈને પાછળ દોડવાનું શરૂ કર્યું હતું.
પોલીસે આરોપીનો પીછો કરીને તેની તલાશી લેતા તેના ખિસ્સામાંથી 200 ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું. આરોપીએ કબૂલ્યું હતું કે, તે મદન મદ્દી પાસેથી હેરોઈન સપ્લાય કરવા જાલંધર આવ્યો હતો.
આરોપી મદ્દીનું નામ પણ પોલીસે આપ્યું હતું અને તેના ફિરોઝપુર સ્થિત ઘરે રેડ કરી હતી, પરંતુ તે તેના ઘરે રોકાયો ન હોવાનું જાણવા મળ્યું હતું. આરોપી મદ્દી લાંબા સમયથી પંજાબના જુદા જુદા જિલ્લામાં પાકિસ્તાનથી હેરોઈન સપ્લાય કરી રહ્યો છે. પોલીસનું કહેવું છે કે, ટૂંક સમયમાં મદન મદ્દીની પણ ધરપકડ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
