Punjab News: 1718 ગામોને મળશે શુદ્ધ પીવાનું પાણી, પંજાબ સરકારનું વિશેષ અભિયાન
Punjab News: પંજાબના લોકોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા માટે રાજ્ય સરકાર યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. પંજાબ સરકારે રાજ્યના દરેક ગામડાઓમાં શુદ્ધ પાણી પુરવઠો પૂરો પાડવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
આ સંદર્ભે પંજાબના પાણી પુરવઠા અને સ્વચ્છતા મંત્રી બ્રહ્માશંકર જિમ્પાએ ગુરુવારના રોજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં મંત્રી જીમ્પાએ પાણી પુરવઠાની ચાલી રહેલી તમામ યોજનાઓ સમયસર પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો છે.

પાણી પુરવઠા મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યને રંગલા પંજાબ બનાવવા માટે ગામડાઓને પ્રાથમિકતાના ધોરણે તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં 15 સરફેસ વોટર પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, તેનું કામ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા બાદ રાજ્યના 1718 ગામોમાં પીવાના શુદ્ધ પાણીનો પુરવઠો શરૂ થશે. હાલમાં અહીંનું ભૂગર્ભ જળ પીવા માટે યોગ્ય નથી. આ ગામોની કેનાલોમાંથી પાણી શુદ્ધ કરીને લોકોને પહોંચાડવામાં આવશે.
આ 15 વોટર પ્રોજેક્ટ પર કુલ 318 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તે પૂર્ણ થયા બાદ 408 ગામડાઓને શુદ્ધ પાણી પહોંચાડવામાં આવશે. આગામી વર્ષે ફેબ્રુઆરી મહિનામાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ રીતે આનંદપુર સાહિબમાં પણ એક પ્રોજેક્ટ પર કામ પૂર્ણ થવાનું છે. તેના માટે 38.98 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
જેના થકી 67 ગામોને શુદ્ધ પાણી મળશે. ફાઝિલ્કામાં પણ આવા બે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, જેનું કામ પૂર્ણતાને આરે છે. આ ઉપરાંત ફિરોઝપુરમાં પણ એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ તમામ પ્રોજેક્ટ પર રૂપિયા 554.25 કરોડનો ખર્ચ થશે. જેના થકી 436 ગામોને પાણી પુરવઠો મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
