Punjab : મુખ્યમંત્રી ભગવંત માને ખેડૂત આંદોલનને પગલે પંજાબની હોસ્પિટલોને એલર્ટ કરી

પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશથી મોટી સંખ્યામાં કિસાનોએ દિલ્હી કુચ કરી છે. આ ખેડૂતો પર હરિયાણા અને કેન્દ્ર સરકારના દમનને જોતા પંજાબની હોસ્પિટલોને એલર્ટ કરાઈ છે.

શંભુ બોર્ડર પર ખેડૂતો અને હરિયાણા પોલીસ સામસામે છે. ખેડૂતોએ અહીં બેરિકેડ તોડવાનો પ્રયાસ કર્યા પછી પોલીસે તેમના પર ટીયર ગેસના શેલ છોડ્યા હતા. આ પછી વાતાવરણ ખૂબ જ તંગ બની ગયું છે.

Bhagwant Maan

આ દરમિયાન પંજાબ સરકારે સરહદને અડીને આવેલી હોસ્પિટલોમાં એલર્ટ જાહેર કર્યું છે. સરકાર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે વિરોધ દરમિયાન જો કોઈ ખેડૂત ઘાયલ થાય તો તેને તાત્કાલિક સારવાર આપવામાં આવે. મુખ્યમંત્રી ભગવંત માને સ્પષ્ટ કર્યું છે કે રાજ્ય સરકાર ખેડૂતોની સાથે છે.

ખેડૂતોના આંદોલનને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભગવંત માને હરિયાણા સરહદને અડીને આવેલી હોસ્પિટલોને એલર્ટ કરી અને નિર્દેશ આપ્યો કે અહીં એમ્બ્યુલન્સની સંખ્યા વધારવામાં આવે. હોસ્પિટલના ડોકટરો અને નર્સો સહિતના સ્ટાફને હોસ્પિટલમાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે.

મુખ્યમંત્રીએ કહ્યું છે કે, પોલીસ કાર્યવાહીમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ખેડૂતોને તાત્કાલિક સારવાર આપવામાં આવે. મુખ્યમંત્રીએ સંગરુર, પટિયાલા, દેરાબસ્સી, માનસા, ભટિંડાની હોસ્પિટલોને એલર્ટ રહેવા કહ્યું છે.

આ સાથે મુખ્યમંત્રી ભગવંત માને હરિયાણા સરકારને ખેડૂતો પર લાઠીચાર્જ ન કરવા કે તેમના પર ટીયર ગેસના શેલ છોડવા અપીલ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X